ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 9 ઑક્ટોબર 2023 (10:05 IST)

શેરબજાર ધડામ - ઓપનિંગ સમયે સેન્સેક્સ 471 પોઈન્ટ્સ, નિફ્ટી 19510ના સ્તરે ગબડ્યો

sensex
ઘરેલું શેરબજાર (share market)ની શરૂઆત સોમવારે ભારે ઘટાડા સાથે થઈ છે. બજાર ખુલતાની સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 471 પોઈન્ટ તૂટ્યો હતો. સવારે 9.15 વાગ્યે સેન્સેક્સ 471.26 પોઈન્ટના તીવ્ર ઘટાડા સાથે 65524.37 ના સ્તર પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો બેન્ચમાર્ક નિફ્ટી પણ બજાર ખુલતાની સાથે જ 143 પોઈન્ટ ઘટી ગયો હતો. નિફ્ટી બજાર ખુલતા સમયે 143 અંકોના ઘટાડા સાથે 19510.50 ના સ્તર પર કારોબાર કરતો જોવા મળ્યો હતો. શેરોની વાત કરીએ તો, ઓએનજીસી, એચસિએલ ટેક્નોલોજી, ટીસીએસ, ઈન્ફોસિસ અને નેસ્લે ઈન્ડિયા નિફ્ટી પર વધનારાઓમાં હતા, જ્યારે બીપીસીએલ, અદાણી પોર્ટ્સ, ટાટા સ્ટીલ, અદાણી એન્ટરપ્રાઈઝ અને જેએસડબલ્યુ  સ્ટીલ ઘટનારાઓમાં હતા.
 
શેરબજારમાં પ્રી-ઓપનિંગ સમયે એટલે કે સવારે 9 વાગે સેન્સેક્સ લગભગ 1520 પોઈન્ટ ઘટીને 64475.74 પોઈન્ટના સ્તરે પહોંચી ગયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો બેન્ચમાર્ક નિફ્ટી 14.5 પોઈન્ટ વધીને 19668 પોઈન્ટની સપાટીએ રહ્યો હતો.
 
ચલણ અને ક્રૂડ ઓઈલ
ભારતીય ચલણની વાત કરીએ તો શુક્રવારના 83.25ની સરખામણીએ સોમવારે રૂપિયો 83.22 પ્રતિ ડોલર પર નજીવા વધારા સાથે ખુલ્યો હતો. વહેલી સવારના વેપારમાં કાચા તેલના ભાવમાં 3-4 ટકાનો વધારો થયો હતો. બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 87.4 ડોલર અને ડબલ્યુંટીઆઈ 85.7 ડોલરની સપાટી વટાવી ગયું છે
 
આગાઉના સત્રમાં બજાર મજબૂતી સાથે બંધ થયું હતું
છેલ્લા ટ્રેડિંગ સેશનમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ સેન્સેક્સ 364.06 પોઇન્ટના વધારા સાથે 65,995.63 પોઇન્ટ પર બંધ થયો હતો. એક વખત તો સેન્સેક્સ 66000ની સપાટીને પાર કરી ગયો હતો. એ જ રીતે NSEનો બેન્ચમાર્ક નિફ્ટી 105.70 પોઈન્ટ ઉછળીને 19,651.45 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.