સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 25 ઑગસ્ટ 2023 (11:22 IST)

આજે ફરી Stock Market મા હાહાકાર, સેસેક્સ 450 અંક તૂટ્યો, જાણો Jio ફાઈનેંશિયલ સહિત દિગ્ગજોની શુ છે હાલત

sensex down
શેયર બજાર માટે આજે એકવાર ફરી શુક્રવારનો દિવસ બ્લેક ફ્રાઈડે જેવો દેખાય રહ્યો છે. આજે શેયર બજારની શરૂઆત એકવાર ફરી ખૂબ જ ખરાબ રહી. સેસેક્સ આજે ખુલતા જ 450 અંક ગબડી ગયો. રિલાયંસ જેવા દિગ્ગજ શેરમાં ઘટાડો થતા આજે સેંસેક્સ ખુલતા જ દબાવમાં જોવા મળ્યો. સવારે 9.20 વાગે શેર બજારનો મુખ્ય સૂચકાંક  BSE સેંસેક્સ 416.05 અંકોના ઘટાડા સથે 64,836.29 પર વેપાર કરી રહ્યો છે. બીજી બાજુ નેશનલ સ્ટૉકિ એક્સચેંજ NSE નો નિફ્ટી 120.20 અંક તૂટીને 19,266.50 પર આવી ગયો. 
 
બજારમાં સેંસેક્સના શેર પર નજર નાખીએ તો અહી 30 શેરના સૂચકાંકમાં 28 કંપનીઓ લાલ નિશાન પર છે. ફક્ત એશિયન પેંટ અને બજાજ ફિનસર્વના શેર છોડી દઈએ તો બાકીના બધા શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 

મોટા શેયરો ધડામ 
રિલાયંસ ઈડસ્ટ્રીજથી આ અઠવાડિયા અલગ થયુ જિયો ફાઈનેંશિયલ સર્વિસેસના શેર સતત 5મા દિવસે જોરદાર ઘટાડા સાથે લોઅર સર્કિટની સાથે વેપાર કરી રહ્યુ છે. આ સાથે જ પેરેંટ કંપની રિલાયંસ  ઈંડસ્ટ્રીજનો શેયર પણ લગભગ .80 ટકા તૂટી ગયો છે. ઘટાડો નોંધાવનારા શેયરમાં ઈંડસઈંડ બેંક, વિપ્રો, એસબીઆઈ, એક્સિસ બેંક, લાર્સન ટુબ્રો, ટેક મહિન્દ્રાનો સમાવેશ છે. 
 
એશિયાઈ બજાર પણ તૂટ્યા 
અન્ય એશિયાઈ બજારોમાં જાપાનનો નિક્કી, હોંગકોંગનો હૈગસૈગ, દક્ષિણ કોરિયાનો કૉસ્પી અને ચીનનો શંઘાઈ કમ્પોજિટ નુકશાનમાં હતા. અમેરિકા બજાર બૃહસ્પતિવારને નકારાત્મક વલણ સાથે બંધ થયો હતો.