બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 12 માર્ચ 2022 (09:33 IST)

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદથી દોડાવવામાં આવશે આ હોળી સ્પેશિયલ ટ્રેન

પશ્ચિમ રેલવે દ્વારા આગામી હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને દાનાપુર વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેનની બે ટ્રીપ ખાસ ભાડા સાથે ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેની વિગતો નીચે મુજબ  :-
 
ટ્રેન નંબર 09417/09418 અમદાવાદ-દાનાપુર-અમદાવાદ સ્પેશિયલ (બે ટ્રીપ)
 
ટ્રેન નંબર 09417 અમદાવાદ - દાનાપુર સ્પેશિયલ અમદાવાદથી 14 માર્ચ 2022ના રોજ સવારે 09:10 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે રાત્રે 21:30 વાગ્યે દાનાપુર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09418 દાનાપુર-અમદાવાદ વિશેષ ટ્રેન દાનાપુરથી 15મી માર્ચ 2022ના રોજ રાત્રે 23:45 વાગ્યે ઉપડી અને ત્રીજા દિવસે 11:20 વાગ્યે અમદાવાદ પહોંચશે.માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન નડિયાદ, છાયાપુરી, રતલામ, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, હિંડૌન સિટી, બયાના, ભરતપુર, અછનેરા, મથુરા, કાસગંજ, ફારુખાબાદ, કાનપુર સેન્ટ્રલ, લખનઉ, સુલ્તાનપુર, જૌનપુર, વારાણસી, પંડિત દીનદયાલ  ઉપાધ્યાય જંક્શન, બક્સર તથા આરા સ્ટેશનો પર રોકાશે. 
 
આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસના કોચ રહેશે
 
ટ્રેન નંબર 09417 માટે બુકિંગ 13 માર્ચ, 2022થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને આઈઆરસીટીસી  વેબસાઇટ પર શરૂ થશે.ટ્રેનના ઓપરેટિંગ સમય, રોકાણ અને માળખા સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન COVID-19 સંબંધિત તમામ ધોરણો અને SOPનું  પાલન કરવા વિનંતી કરવામાં આવી છે