ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 15 જુલાઈ 2024 (15:58 IST)

Zomato-Swiggy માંથી ફૂડ મંગાવવું મોંઘું, પ્લેટફોર્મ ચાર્જ 20% વધ્યો

Zomato-Swiggy Platform charges- ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોના પ્લેટફોર્મ ચાર્જમાં વધારો કર્યા બાદ સ્વિગીએ પણ તેમાં વધારો કર્યો છે. હવે સ્વિગીમાંથી ફૂડ ઓર્ડર કરવું પણ થોડું મોંઘું થઈ ગયું છે. પ્રથમ, Zomatoએ ફ્લેટફોર્મ ચાર્જ 5 રૂપિયાથી વધારીને 6 રૂપિયા કર્યો.
 
આ પછી સ્વિગીએ પણ તેની કિંમતમાં 20 ટકાનો વધારો કર્યો. હવે બંને કંપનીઓના ગ્રાહકોએ દરેક ઓર્ડર પર 6 રૂપિયા પ્લેટફોર્મ ફી ચૂકવવી પડશે.
 
શા માટે પ્લેટફોર્મ ફીમાં વધારો કર્યો
Zomato અને Swiggy કંપનીઓએ આ નિર્ણય નફો વધારવા માટે લીધો છે. બંને કંપનીઓએ ગયા વર્ષે પ્લેટફોર્મ ફી વસૂલવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં આ બંને ફૂડ ડિલિવરી એપ 2 રૂપિયાની પ્લેટફોર્મ ફી વસૂલતી હતી. બાદમાં તેને વધારીને 3 રૂપિયા અને પછી 4 રૂપિયા કરવામાં આવી હતી. આ પછી તે વધારીને 5 રૂપિયા કરવામાં આવી હતી અને હવે તે 1 રૂપિયા વધારીને 6 રૂપિયા કરવામાં આવી છે.

Edited By- Monica sahu