શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. »
  3. ગુજરાતી સિનેમા
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By વેબ દુનિયા|

'લવ ખિચડી' :સ્વાદ વિનાની

IFM
બૈનર : વિક્ટોરિયા એંટરટેનમેંટ પ્રા.લિ., પિટ્ટી ગ્રુપ
નિર્માતા : કૃષ્ણ કુમાર પિટ્ટી
નિર્દેશક : શ્રીનિવાસ ભાશ્યામ
સંગીત : પ્રીતમ ચક્રવર્તી
કલાકાર : રણદીપ હુડ્ડા, રિયા સેન, દિવ્યા દત્તા, સોનાલી કુલકર્ણી, રિતુપર્ણા સેનગુપ્તા, કલ્પના પંડિત, જેસી રંધાવા, સદા, સૌરભ શુક્લા, સંજય મિશ્રા

નાની વાતને કહેવામાં જો વધારે સમય લાગે તો તે વાત પોતાની અસર ગુમાવી દે છે. આ જ મુશ્કેલી 'લવ ખિચડી'ની સાથે પણ થઈ. આ ફિલ્મને વધારેમાં વધારે બે કલાકમાં જ પુર્ણ કરી દેવી જોઈતી હતી પરંતુ બે કલાકથી પણ વધારેનો સમય લેવામાં આવ્યો છે, જેના લીધે ખિચડીનો સ્વાદ બગડી ગયો.

આજકાલ યુવાઓનો એક વર્ગ એવો પણ છે જે છોકરીઓની સાથે પોતાના સંબંધમાં માત્ર મોજ-મસ્તી જ ઈચ્છે છે. તે કોઈ પણ પ્રકારની પ્રતિબદ્ધતા નથી ઈચ્છતી. આ જ વિચારને લઈને નિર્દેશક શ્રીનિવાસ ભાશ્યામે 'લવ ખિચડી'નું નિર્માણ કર્યું, પરંતુ તેઓ યોગ્ય રીતે આ ફિલ્મને બનાવી શક્યાં નથી.

IFM
વાર્તા છે વીર (રણદીપ હુડા) નામના શેફની, જે દરેક છોકરીની સાથે ફ્લર્ટ કરે છે. પછી ભલે ને તે તેના ઘરની નોકર હોય કે કોલ સેંટરની એક્ઝીક્યુટીવ. તેની જીંદગીમાં સાત મહિલાઓ આવે છે અને તેને શું અનુભવ થાય છે તે આ ફિલ્મનો સાર છે.

સોનાલી કુલકર્ણી અને રિયા સેનના પાત્રોને છોડી દેવામાં આવે તો અન્ય મહિલાઓના પાત્રોને યોગ્ય રીતે રજુ નથી કરાયાં. સદા આખી ફિલ્મની અંદર ભ્રમિત રીતે જોવા મળે છે. રિતુપર્ણા છેલ્લી ઘડી સુધી એ વાતને કેમ સંતાડી રાખે છે કે તે વિવાહિત છે. આવા પ્રકારની ઘણી બધી વાતોનો નિર્દેશકે સ્પષ્ટતાપુર્વક ઉલ્લેખ નથી કર્યો.

અભિનયના મુદ્દે રણદીપનો અભિનય ઠીક છે, પરંતુ ક્લાયમેક્સમાં તેમનો અભિનય નબળો છે. નાયિકાઓમાં સોનાલી કુલકર્ણી, રિયા સેન અને સદાએ બાજી મારી લીધી છે. સૌરભ શુક્લાએ પણ પોતાના કામને સુંદર રીતે કર્યું છે.

બધુ મળીને જોઈએ તો આ ખિચડી સ્વાદિષ્ટ નથી.