રવિવાર, 24 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 24 નવેમ્બર 2023 (14:01 IST)

Healthy Eating Tps - જમ્યા પછી આ કામ હોય છે ઝેર સમાન

ભોજન કર્યા પછી આપણે ક્યારેક ક્યારેક ભૂલથી કેટલાક એવા કામ કરીએ છીએ જેનાથી પાણા શરીર પર અને સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પડે છે. આવો જાણીએ તેના વિશે અને તેનાથી થનારા નુકશાનને અને યથા સંભવ તેનાથી બચવાનો પ્રયાસ કરો. 
 
જમ્યા પછી તરત ધૂમ્રપાન ન કરો - ઘણા લોકો જમ્યા પછી તરત સિગરેટ સળગાવી લે છે.  ભોજન પછી તરત ધૂમ્રપાન કરવુ આરોગ્યને ખરાબ કરે છે.  જમ્યા પચ્ચી એક સિગરેટ દિવસભરની 10 સિગરેટ બરાબર નુકશાન પહોંચાડે છે. 
 
જમ્યા પછી ચા ન પીશો - ચાની પત્તીમાં અમ્લની માત્રા વધુ હોય છે. જેનાથી ભોજનમાં રહેલ પ્રોટીન સખત થઈ જાય છે અને તેનુ પાચન મુશ્કેલ થઈ જાય છે તેથી ભોજન પછી ચા ક્યારેય ન પીશો. 
 
જમ્યા પછી તરત સ્નાન ન કરો -  તેનાથી પગ, હાથ અને શરીરમાં લોહીનો પ્રવાહ વધી જાય છે અને પેટની આસપાસ આ ઓછો થઈ જાય છે.  જે આપણા સ્વાસ્થ્ય અને પાચનતંત્રને નુકશાન પહોંચાડે છે. 
 
જમ્યા પછી તરત ઠંડુ પાણી ન પીશો - આમ તો ભોજન પછી પાણી પીવુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પણ જરૂર પડતા વચ્ચે ઓછા તાપમાનવાળુ પાણી પી શકો છો. ઠંડુ પાણી તો બિલકુલ ન પીવુ જોઈએ કારણ કે જમ્યા પછી શરીરનું તાપમાન વધી જાય છે. જો આપણે ઠંડુ પાણી પીશુ તો આપણા સ્વાસ્થ્યને નુકશાન પહોંચશે.  શરીર માટે આમ તો કુણુ કે ગરમ પાણી જ લાભદાયક હોય છે.  તેનથી આપણા શરીરના ખરાબ ટૉક્સિન પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે અને આપણે જાણતા-અજાણતા અનેક બીમારીઓથી દૂર રહીએ છીએ.  પાણી હંમેશા ભોજન કરવાના એકથી દોઢ કલાક પછી જ પીવુ જોઈએ. 
 
જમ્યા પછી તરત ફળ ન ખાશો - કેટલાક લોકોને ભોજન પછી ફળ ખાવાની ટેવ હોય છે. તેનાથી પેટમાં વાયુ બને છે. ફળને ભોજન ખાવાના એક કલાક પહેલા કે બે કલાક પછી ખાવા જોઈએ. 
 
જમ્યા પછી તરત સુવુ ન જોઈએ - જમ્યા પછી તરત સૂઈ જવાથી ખોરાક યોગ્ય રીતે પચતો નથી.  તરત સૂઈ જવાથી ગૈસ્ટ્રિકની સમસ્યા ઉભી થાય છે. રાત્રે ભોજન અને સૂવા વચ્ચે બે ત્રણ કલાકનું અંતર હોવુ જોઈએ. દિવસે જમ્યા પછી થોડી ઝપકી આરોગ્ય માટે સારી માનવામાં આવે છે.