રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By Author ડૉ હૃષીકેશ પાઈ|
Last Updated : સોમવાર, 21 ફેબ્રુઆરી 2022 (20:32 IST)

એન્ડોમેટ્રિયોસિસ સાથે ગર્ભાવસ્થા પ્રાપ્ત કરવી: શું આ શક્ય છે?

ભારતમાં અનેક મહિલાઓને એન્ડોમેટ્રિયોસિસ છે. એન્ડોમેટ્રિયોસિસ ભારતમાં વંધ્યત્વનું સૌથી સામાન્ય કારણ બની રહ્યું છે. આ સમસ્યાથી પીડાતી મહિલાઓ મુંબઈની ઈનફર્ટિલિટી ક્લિનિક્સની મુલાકાત લઈ એક સામાન્ય પ્રશ્ન પૂછતી હોય છે “એન્ડોમેટ્રિયોસિસ સાથે શું હું ગર્ભવતી થઈ શકું છું”. શું તમારા મનમાં પણ આ જ પ્રશ્ન ઘુમરાઈ રહ્યો છે?
 
અહીં, આપણે આજે એન્ડોમેટ્રિયોસિસ વિશે વાત કરવાના છીએ, અને અને આ પરિસ્થિતિ સાથે ગર્ભાવસ્થા પ્રાપ્ત કરવાનું શક્ય છે કે નહીં એની ચર્ચા પણ કરવાના છીએ. તમે ગર્ભાવસ્થા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા હો અને તેની સારવારના વિકલ્પ વિશે વિચારી રહ્યા હો તો તમારે એન્ડોમેટ્રિયોસિસ અને તેના સંબંધી કેટલીક માહિતી જાણી લેવી જોઈએ.
 
તો, આવો આપણે જાણીએ કે, એન્ડોમેટ્રિયોસિસ ખરેખર છે શું?
 
- એન્ડોમોટ્રિયોસિસ – તે શું છે?
- અન્ડોમેટ્રિયોસિસ તે શું છે
 
તમારા ગર્ભાશયની અંદરની સપાટી પરનું સ્તર એટલે એન્ડોમેટ્રિયમ. આ પેશીઓ માસિકસ્રાવ માટે કામ કરે છે અને તે ખરી પડે છે અથવા વહી જાય છે, તેના કારણે રક્તસ્રાવ થાય છે. તમને માસિક આવે ત્યારે આવું થાય છે.
 
તમને એન્ડોમેટ્રોસિસ હોય ત્યારે, આ પેશીઓ એવા ક્ષેત્રોમાં વિકસે છે જ્યાં તે ન હોવી જોઈએ, જેમ કે અંડાશયો, આંતરડાં, અથવા પેડુ કે બસ્તિપ્રદેશના અંદરના સ્તરની પેશીઓ. શરીરના અન્ય ભાગોમાં એન્ડોમેટ્રિયલ પેશીઓ હોવાથી સમસ્યા એ થાય છે કે, એ પેશીઓ તૂટે છે અને તેમાંથી રક્તસ્રાવ થાય છે, જેવું એ તમારા ગર્ભાશયમાં કરે છે. આમ છતાં, લોહીને વહી જવાની કોઈ જગ્યા મળતી નથી. 
 
સમય પસાર થાય તેમ, પેશીઓ અને લોહી ડાઘ પેશી બને છે, ચોંટી જાય છે અને સીસ્ટ એટલે કે ફોલ્લીમાં પરિણમે છે. આ ડાઘ પેશીઓ આંતરિક અવયવોને સાથે બાંધે છે. એન્ડોમેટ્રોસિસનાં કેટલાંક લક્ષણો વિશે આવો હવે ચર્ચા કરીએ.
 
એન્ડોમેટ્રોસિસનાં લક્ષણો
 
એન્ડોમેટ્રોસિસનાં કેટલાંક મુખ્ય સામાન્ય લક્ષણો છે પીડા, જેમાં પેડુમાં તીવ્ર દુખાવો અને સ્નાયુ સંકોચનનો સમાવેશ થાય છે. વંધ્યત્વ પણ એન્ડોમેટ્રોસિસનું લક્ષણ હોઈ શકે છે. તો, આવો આપણે હવે ચર્ચા કરીએ કે એન્ડોમેટ્રોસિસ કઈ રીતે ગર્ભાવસ્થા પર અસર કરે છે.
 
એન્ડોમેટ્રોસિસ ગર્ભાવસ્થા પર કઈ રીતે અસર કરે છે?
 
એન્ડોમેટ્રોસિસને પગલે આવતા વંધ્યત્વનો સંબંધ અનેક કારણો સાથે સાંકળી શકાય છે.
ઈંડાએ અંડાશયથી ફેલોપિયન ટ્યુબમાંથી (ગર્ભાશયની નળી) પસાર થઈ ગર્ભાશય સુધીનો પ્રવાસ કરવો જોઈએ, ત્યાર બાદ તે ગર્ભાશયના અંદરના સ્તરને ચોંટી જાય છે. ફેલોપિયન ટ્યુબના અંદરના સ્તર પર જો તમને એન્ડોમેટ્રોસિસ હોય તો, આ પેશીઓ ઈંડાને ગર્ભાશય સુધી જતાં રોકે છે.
 
એવું પણ હોઈ શકે છે કે એન્ડોમેટ્રોસિસ સ્ત્રીનાં ઈંડાં અને પુરુષોના વીર્યને નુકસાન કરી શકે છે. આવું ચોક્કસ શા માટે થાય છે એ વિશે ડૉક્ટરો પણ જાણતા નથી. આના પાછળનો  સિદ્ધાંત એવો છે કે, એન્ડોમેટ્રોસિસ  તમારા શરીરમાં મોટા સ્તર પર બળતરા-સોજો ઉત્પન્ન કરે છે. 
 
શરીર આના પ્રતિકાર રૂપે એવા સંયોજનનો સ્રાવ કરે છે, જે સ્ત્રીનાં ઈંડાં અને પુરુષના વીર્યને નુકસાન કરે છે. આ બાબત તમને ગર્ભાવસ્થા ધારણ કરતા રોકે છે. એન્ડોમેટ્રોસિસ ફળદ્રુપતા પર કેવી રીતે અસર કરે છે એ તમે સમજી ચૂક્યા છો, તો આવો હવે આપણે સારવારની કેટલીક ઉપલબ્ધ પસંદગીઓ વિશે ચર્ચા કરીએ.
 
એન્ડ્રોમેટ્રિસિસ સંબંધિત વંધ્યત્વ માટેની સારવાર
 
એન્ડોમેટ્રોસિસના કારણે ગર્ભાધાન કરવામાં તમને સમસ્યાઓ થતી હોય તો તમે ફર્ટિલિટિ સ્પેશિયાલિસ્ટની મદદ લઈ શકો છો. તમારા એન્ડોમેટ્રોસિસની તીવ્રતા નક્કી કરવા માટે ડૉક્ટર તમારી સાથે કામ કરી શકે છે. વળી. એન્ડોમેટ્રોસિસ સંબંધિત વંધ્યત્વ માટેની સંભવતઃ પ્રક્રિયા નક્કી કરવામાં પણ તેઓ તમારી મદદ કરી શકે છે. એન્ડોમેટ્રોસિસ  સંબંધિત વંધ્યત્વ માટેની પ્રક્રિયામાં નીચેની બાબતોનો સમાવેશ થઈ શકે છેઃ
 
તમારા ઈંડાં ફ્રીઝ કરાવો
 
એન્ડોમેટ્રોસિસ  તમારા ગર્ભાશયમાંનાં ઈંડાંના જથાને અસર કરે છે. આથી, તમે જો આગળ જતાં ગર્ભાવસ્થા ધારણ કરવા માગતા હો તો, અનેક ડૉક્ટરો આજે જ તમારાં ઈંડાં ફ્રીઝ કરી જાળવવાની સલાહ આપે છે.
 
સુપરઑવ્યુલેશન અને ઈન્ટ્રાયુટેરિયન ઈન્સેમિનેશન (એસઓ-આઈયુઆઈ)
 
એસઓ-આઈયુઆઈની પસંદગી ત્યારે કરી શકાય છે જ્યારે ફેલિપિયન ટ્યુબમાં મંદ એન્ડોમેટ્રોસિસ  હોય અને તમારા પાર્ટનરના વીર્યની ગુણવત્તા સારી હોય. તમારા ડૉક્ટર ફર્ટિલિટી માટેની દવાઓ લખી આપશે.
 
આવી દવાઓ બેથી ત્રણ પરિપક્વ ઈંડાં બનાવવામાં મદદ કરશે. ઈંડાં પરિપક્વ થયાં છે એ વાતની ખાતરી કરવા માટે તમારે અલ્ટ્રાસાઉન્ડ કરાવવાનું રહેશે. ઈંડાં તૈયાર થાય ત્યારે, તમારા ડૉક્ટર તમારા પાર્ટનરનું એકત્ર કરેલું વીર્ય તમારા ગર્ભાશયમાં નાખશે.
 
ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન (આઈવીએફ)
 
આઈવીએફ ગર્ભાવસ્થા પ્રાપ્ત કરવા માટેની સૌથી શ્રેષ્ઠ પસંદગી છે. આ સારવારમાં તમારાં ઈંડાં કાઢવા અને તમારા પાર્ટનરનું વીર્ય લેવાનો સમાવેશ થાય છે. ત્યાર બાદ ઈંડાંને તમારા શરીરની બહાર પ્રયોગશાળાની અંદર ફલિત કરવામાં આવે છે અને પછી તેને ગર્ભાશયમાં નાખવામાં આવે છે.
 
તીવ્ર એન્ડોમેટ્રોસિસ ધરાવતી અનેક મહિલાઓ આ પ્રક્રિયાને પગલે ગર્ભવતી બની છે. આથી, મુંબઈમાંના તમારા આઈવીએફ કેન્દ્રનો સંપર્ક કરો અને તમારી પરિસ્થિતિમાં આ સારવાર કઈ રીતે મદદ કરી શકે છે, એ જાણો.
લેપ્રોસ્કૉપી – કેટલાક કિસ્સામાં, લેપ્રોસ્કૉપી કરવી અને એન્ડોમેટ્રોસિસને નિષ્ણાત લેપ્રેસ્કૉપિક સર્જ્યન દ્વારા સર્જિકલી દૂર કરવાથી ગર્ભાવસ્થાનો દર વધારી શકાય છે. 
 
આ પ્રક્રિયા સાથે, તમારે એ વાતની તકેદારી રાખવી જોઈએ કે તમારી જીવનશૈલી સ્વસ્થ હોય. આથી, આવો આ બાબત અંગે આપણે નીચે ચર્ચા કરીએ.
 
એન્ડોમેટ્રોસિસ સાથે ગર્ભાધાનની તમારી શક્યતાઓ કેવી રીતે વધારી શકાય?
 
તમને જ્યારે એન્ડોમેટ્રોસિસ થાય છે અને તમે ગર્ભાધાનનો પ્રયાસ કરી રહ્યા હો, તો તમારે તંદુરસ્ત જીવનશૈલી જીવવી જોઈએ. આનાથી તમારા શરીરની અંદર બળતરા-સોજામાં ઘટાડો થાય છે.
 
સ્વસ્થ જીવનશૈલી તમારા શિશુને સ્વસ્થ ગર્ભાવસ્થામાં વિકસવા અને તંદુરસ્ત થવામાં મદદ કરે છેઃ
 
તમારે હાથ ધરવા જેવી કેટલીક બાબતો છેઃ
 
•સંતુલિત વજન
•ફળો, શાકભાજી, અનાજ અને લીન પ્રોટિન્સ જેવો સ્વસ્થ આહાર લો.
•દરરોજ મધ્યમ વ્યાયામ કરવો (વજન ઉપાડવું, ચાલવું, અને એરોબિક્સના વર્ગોમાં જોડાવું)
 
ભારતમાં એવી અનેક મહિલાઓ છે જેમને એન્ડોમેટ્રોસિસ છે અને આમ છતાં તેઓ ગર્ભવતી થાય છે અને તંદુરસ્ત શિશુને જન્મ પણ આપે છે. આમાં ચાવીરૂપ બાબત છે તમારા ગર્ભવતી થતાં પહેલા તમારા ગર્ભાધાનના વિકલ્પો અંગે ચર્ચા કરવાનું શરૂ કરવું.
 
ગર્ભાવસ્થા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા હો ત્યારે, તમારા ફર્ટિલિટી ડૉક્ટરની સલાહ લો, છ મહિના સુધી પ્રયાસ કરવા છતાં તમે ગર્ભાધાન ન કરી શક્યા હો, તો ખાસ.