રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 17 મે 2022 (16:38 IST)

Blood Pressure Range: ઉંમર પ્રમાણે કેટલુ હોવુ જોઈએ સ્ત્રી અને પુરૂષોનુ બ્લડ પ્રેશર ? જાણો

High Blood Pressure
Blood Pressure Problem in Men and Women : આધુનિક સમયમાં લોકો અનેક પ્રકારની બીમારીઓથી ઘેરાય રહ્યા છે. આ બીમારીઓમાં બ્લડ પ્રેશરનો પણ સમાવેશ છે.  આ એક એવી બીમારી છે જે ખોટી લાઈફસ્ટાઈલ અને ખાનપાનમાં ગડબડીને કારણે થાય છે. બ્લડ પ્રેશરથી ગ્રસિત દર્દીઓમાં ન ફક્ત બ્લડ સર્કુલેશન પર અસર પડે છે પણ આગળ જઈને અનેક પ્રકારની ગંભીર સમસ્યાઓ થવાની પણ શક્યતા છે. જેમા સ્ટ્રોલ અને દિલની બીમારી મુખ છે.  તેથી લોકોએ પોતાનુ બ્લડ પ્રેશર કંટ્રોલ કરીને રાખવાની જરૂર છે. વય પ્રમાણે બ્લડ પ્રેશર પણ જુદુ જુદુ હોય છે. આવામાં તમારા મનમાં આ સવાલ થશે કે શરીરનુ બ્લડ પ્રેશર કેટલુ હોવુ જોઈએ ?
 
વય પ્રમાણે કેટલુ હોવુ જોઈએ તમારુ બ્લડ પ્રેશર ?
 
પુરૂષોમાં વયના હિસાબથી બ્લડ પ્રેશરની રેંજ 
 
21 થી 25 વર્ષની વયે SBP 120.5 mm Hg
26 થી 30 વર્ષની ઉંમરે SBP 119.5 mm Hg
31 થી 35 વર્ષની ઉંમરે SBP 114.5 mm Hg
36 થી 40 વર્ષની વયે SBP 115.5 mm Hg
41 થી 45 વર્ષની ઉંમરે SBP 115.5 mm Hg
46 થી 50 વર્ષની ઉંમરે SBP 119.5 mm Hg
51 થી 55 વર્ષની વયે SBP 125.5 mm Hg
56 થી 60 વર્ષની ઉંમરે SBP 129.5 mm Hg
61 વર્ષથી વધુ ઉંમરના SBP 143.5 mm Hg
 
મહિલાઓમાં વયના હિસાબથી બ્લડ પ્રેશર રેંજ 
 
21 થી 25 વર્ષની વયે SBP 115.5 mm Hg
26 થી 30 વર્ષની ઉંમરે SBP 113.5 mm Hg
31 થી 35 વર્ષની ઉંમરે SBP 110.5 mm Hg
36 થી 40 વર્ષની વયે SBP 112.5 mm Hg
41 થી 45 વર્ષની ઉંમરે SBP 116.5 mm Hg
46 થી 50 વર્ષની ઉંમરે SBP 124 mm Hg
51 થી 55 વર્ષની ઉંમરે SBP 122.55 mm Hg
56 થી 60 વર્ષની ઉંમરે SBP 132.5 mm Hg
61 વર્ષથી વધુ ઉંમરના SBP 130.5 mm Hg
 
હાઈ બ્લડ પ્રેશર અને લો બ્લડ પ્રેશર વચ્ચે અંતર 
 
 પુરૂષોમાં લો બ્લડ પ્રેશરની તુલનામાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધુ હોય છે. બીજી બાજુ મહિલાઓમાં લો બ્લડ પ્રેશરની પરેશાની વધુ હોવાની આશંકા રહે છે. લો બ્લડ પ્રેશરના લક્ષબ્ણ હાઈ બ્લડ પ્રેશરની તુલનામાં વધુ દેખાય છે.  બીજી બાજુ હાઈ બ્લડ પ્રેશર થતા છાતીમાં દુ:ખાવો, માથાનો દુખાવો જેવી સમસ્યા થાય છે.  શિકાર બને છે. તે જ સમયે, મહિલાઓને લો બ્લડ પ્રેશરની સમસ્યા વધુ હોય છે. લો બ્લડ પ્રેશરનાં લક્ષણો હાઈ બ્લડ પ્રેશર કરતાં જલ્દી દેખાય છે. સાથે જ  હાઈ બ્લડ પ્રેશરથી છાતીમાં દુખાવો, માથાનો દુખાવો જેવી સમસ્યા રહે છે. સાથે જ બ્લડ પ્રેશર ઓછું રહેવાથી થાક, ચક્કર આવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.