મંગળવાર, 15 ઑક્ટોબર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 13 જુલાઈ 2022 (01:16 IST)

Diabetes: ડાયાબિટીસના દર્દીઓએ આ 5 વસ્તુઓને લંચમાં જરૂર કરે સામેલ, કંટ્રોલમાં રહેશે બ્લડ સુગર અને રહેશો ફિટ એન્ડ ફાઈન

diet
Diabetes Diet: દેશમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. જેનું મુખ્ય કારણ ખરાબ આહાર અને ખોટી જીવનશૈલી છે. ડાયાબિટીસ એક એવો રોગ છે જેને મૂળમાંથી નાબૂદ કરી શકાતો નથી પરંતુ તેને ચોક્કસપણે કાબૂમાં કરી શકાય છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે જો તમે થોડી પણ બેદરકારી કરો છો, તો તે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.  તેથી, ડાયાબિટીસના દર્દીઓએ તેમના ખાવા-પીવામાં ખૂબ કાળજી રાખવાની જરૂર છે. શુગર લેવલને કંટ્રોલમાં રાખવા માટે તમારે ડાયટ પ્લાન બનાવીને ખાવું જોઈએ. ખોરાકમાં ફળો, લીલા શાકભાજી, આખા અનાજ, પ્રોટીન વગેરેનો સમાવેશ થવો જોઈએ.

જો કે, ઘણી વખત એવું જોવા મળે છે કે ડાયાબિટીસના દર્દીઓ હંમેશા એ વિચારમાં પડી જાય છે કે તેમણે કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ અને કઈ વસ્તુઓ ન કરવી જોઈએ. જો તમે પણ આ મુંઝવણમાં છો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે અમે તમને જણાવીશું કે ડાયાબિટીસના દર્દીઓએ બપોરની થાળીમાં કઈ કઈ વસ્તુઓ સામેલ કરવી જોઈએ જેથી સુગર લેવલ નિયંત્રિણમાં રહે. આવો જાણીએ... 
 
અનાજ અને કઠોળ (Grains and Pulses)
 
ડાયાબિટીસના દર્દીઓએ તેમના બપોરના ભોજનમાં આખા અનાજ અને કઠોળનો સમાવેશ કરવો જોઈએ. તેમાં પ્રોટીન, પોટેશિયમ, ફાઈબર જેવા ઘણા જરૂરી પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. તમે આખા અનાજની બ્રેડ, બ્રાન અથવા મલ્ટિગ્રેન બ્રેડ, બ્રાઉન રાઇસ, જવનું સેવન કરી શકો છો. તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
 
ઈંડા (Egg)
 
સામાન્ય રીતે દરેક વ્યક્તિએ આહારમાં ઈંડાનો સમાવેશ કરવો જોઈએ. ઈંડું નિયમિત ખાવાથી તમારા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા થાય છે. તે પ્રોટીન અને એમિનો એસિડથી ભરપૂર હોય છે જે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. રોજ ઈંડા ખાવાથી ટાઈપ 2 ડાયાબિટીસનો ખતરો ટાળી શકાય છે.
 
લીલી શાકભાજી (Green Vegetables)
 
સુગરના દર્દીઓએ બપોરના ભોજનમાં લીલા શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ. તમે પાલક, મેથી, બથુઆ, બ્રોકોલી, દૂધી, તુરિયા, કારેલા જેવા શાકભાજી ખાઈ શકો છો. આ શાકભાજીમાં કેલરી ઓછી હોય છે અને પોષક તત્વો વધુ હોય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ પણ હોય છે, જે બ્લડ શુગરને કંટ્રોલમાં રાખે છે. તે બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
 
 
દહી (Curd) 
 
જો બપોરના ભોજનમાં દહીં મળે તો મજા આવી જાય, ખાવાનો આનંદ બમણો થઈ જાય છે. દહીંમાં સારી માત્રામાં કેલ્શિયમ, પ્રોટીન અને પોષક તત્વો મળી આવે છે. તેની સાથે જ તેમાં એવા ગુણ જોવા મળે છે જે બ્લડ શુગર લેવલને ઘટાડવામાં મદદ કરે છે.
 
ફિશ (Fish)
 
જો તમે નોન-વેજ ખાઓ છો, તો લંચમાં ફેટી ફિશ ચોક્કસપણે સામેલ કરો. આ સિવાય તમે સારડીન, હેરિંગ, સૅલ્મોન ફિશનું પણ સેવન કરી શકો છો. ખાસ કરીને ડાયાબિટીસમાં માછલી ખૂબ ફાયદાકારક છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ તેનું સેવન કરવું જોઈએ.