મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 11 જુલાઈ 2022 (08:52 IST)

Nigella Benefits- એક ચમચી શાહીજીરું તમને રાખશે ફિટ, જાણો સવારે ખાલી પેટ ખાવાના 7 મોટા ફાયદા

સવારે ખાલી પેટ શાહીજીરુંનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેને ખાવાથી તમે ઘણી બીમારીઓથી બચી જશો અને તમે ફિટ પણ રહેશો.
 
ભારતીય મસાલોમાંથી એક છે શાહજીરું, તેને હિદીમાં કલૌંજીના નામથી પણ ઓળખાય છે. આ સ્વાદમાં થોડું કડવું હોય છે પણ ઠંડીમાં તેના સેવનના ઘણા ફાયદા છે. પણ તેની તાસીર ગર્મ હોય છે. તેના સેવન વધારે માત્રામાં નહી કરવું જોઈએ. આવો જાણીએ શું છે શાહજીરું ખાવાના ફાયદા.
 
- શાહજીરુંના સેવનથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. આ ચરબીન ઘટાડવામાં મદદગાર છે. 
- મોઢાની દુર્ગંધ અને ચાંદા દૂર કરે છે શાહજીરું. 
- શાહજીરું ખાવાથી રોગ પ્રતિરોધક ક્ષમતાનો વિકાસ હોય છે. 
- શરીરમાં થતાં દુખાવામાં પણ ઉપયોગી છે તેનો સેવન. 
- પાચન તંત્ર ઠીક કરે છે શાહજીરું
- શાહજીરું ન માત્ર ખાવાથી પણ તેનો લેપ પણ લગાવવાથી ખૂબ ફાયદાકારી હોય છે. 
- શાહજીરુંની રાખ હરસમસા પર લગાવવાથી હરસનો રોગ દૂર થાય છે. 
- જુકામમાં શાહજીરુંને શેકીને તેની પોટલી બનાવી સુંઘવાથી બંધ નાક ખુલી જાય છે. 
- ખાલી પેટે શાહીજીરું સેવન કરવાથી યાદશક્તિ વધે છે. તેને મધ સાથે ખાઓ. શાહીજીરુંનાં બીજ ખાવાથી તમને અલ્ઝાઈમર જેવી બીમારીઓથી પણ બચાવશે