શુક્રવાર, 19 જુલાઈ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 20 મે 2024 (07:22 IST)

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

આજકાલ, વધતું વજન એક મોટી સમસ્યા બની ગઈ છે, આવી સ્થિતિમાં, લોકો ઝડપથી વજન ઘટાડવા માટે ગમે તે ટીપ્સ   અપનાવી રહ્યા છે, જેના સંદર્ભમાં ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (આઈસીએમઆર) એ માર્ગદર્શિકા જાહેર કરી છે. ICMR એ વજન ઘટાડવાની દવાઓ લેનારાઓને ચેતવણી આપી છે કે એક સાથે વધુ પડતું વજન ઓછું કરવું સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે.
 
અઠવાડિયામાં અડધો કિલોગ્રામ વજન ઓછું કરો
ICMRના રિપોર્ટ અનુસાર, એક સપ્તાહમાં અડધો કિલોગ્રામ વજન ઘટાડવું સલામત છે. આ ઉપરાંત ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ વજન ઘટાડવા માટે કેટલાક સ્વસ્થ આહાર અને લાઈફસ્ટાઇલ  વિશે પણ જણાવ્યું છે.
 
ડાયેટમાં 1000 કેલોરીનો કરો સમાવેશ  
ICMR એ  લોકો જે વજન ઓછું કરવા માંગે છે તેમને સલાહ આપી છે કે તેઓ દરરોજ તેમના આહારમાં 1000 કેલોરી કરતા ઓછી  ન લે તે ઉપરાંત, તેમાં તમામ પોષક તત્વોનો સમાવેશ કરવો જોઈએ, એટલે કે માત્ર સંતુલિત આહાર વજન ઘટાડવા માટે સલામત છે.
 
સંતુલિત આહાર લો
ICMRએ આહારમાં લીલા શાકભાજી, કઠોળ અને ફળોનો સમાવેશ કરવાની અને શારીરિક પ્રવૃત્તિમાં યોગ અને વ્યાયામનો સમાવેશ કરવાની સલાહ આપી છે, તે જ સમયે, ICMRએ જેઓ વજન ઓછું કરવા માગે છે તેમને સલાહ આપી છે કે તેઓ ઝડપથી વજન ઘટાડવાને બદલે ધીમે ધીમે વજન ઘટાડે.