શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 25 ઑક્ટોબર 2021 (09:19 IST)

Ear Pain કાનના દુ:ખાવો થાય ત્યારે

કાનમાં વેક્સ જમવું ,શરદીના કારણે દુખાવા થવું કે પછી કોઈ પ્રકારની એકર્જી થઈ જવું કે ઈંફ્કશન થવું આ એક સામાન્ય સમસ્યા છે , જે ઘણા લોકો સાથે હોય છે , પણ સમય પર સારવાર ન થતા આ સમસ્યા વધી જાય છે. આથી નિપટવા માટે લસણ એક સરસ ઉપાય છે. જાણૉ લસણના આ 5 ઉપાય જે તમને .....કાનની તકલીફથી અપાવશે છુટકારો ....

કાન અને તેની આસપાસની ચામડીને ગરમ કપડાંથી થોડી સેંકવાથી રાહત મળે છે.
 
જો કાનમાં વેક્સ કે મેલ જામી ગયો હોય તો ક્લિપ કે પિનથી સાફ કરવાની કોશિશ ન કરશો, પરંતુ ડોક્ટરની સલાહ લેવી જ યોગ્ય છે
 
જો બાળકોના દાંત સડી ગયા હોય કે સોજો આવી ગયો હોય તો તેની સારવાર વિશેષજ્ઞ પાસે કરાવડાવો.
 
નવડાવ્યા પછી નરમ ટુવાલથી બાળકોના કાનને લૂછીને સૂકા રાખો. આવુ કરવાથી તેમા ફંગસની શક્યતા નથી રહેતી.
ઘરેલૂ ઉપાય
1. લસનની કળીને લઈને વાટી લો કે હવે આ મિશ્રણને કે કપડામાં લપેટીને કાન પર રાખો. આશરે અડધા કલાક આ કપડાને કાન પર રાખી દો. પછી હતાવી લો. થોડા સમય પછી તમને લાગશે કે તમારા કાનનું દુખાવો ગાયબ થઈ ગયું છે. 
 
2. લસણની કળીઓને કોઈ કઠોર વસ્તુથી દબાવીને મસલી લો અને એમનું રસ કાઢી કાનમાં નાખો. તેનાથી ન માત્ર કાનનું દુખાવો ઠીક થશે પણ ઈંફેકશન પણ જશે. 
 
3. સરસવના તેલ માં લસણની કેટલીક કળી નાખી ગર્મ કરો. જ્યારે આ તેલ હૂંફાણૂ થઈ જાય તો એમની એક-બે ટીંપા કાનમાં નાખો અને રૂ લગાવી દો. ધ્યાન રાખો કે તેલ વધારે ગરમ ન હોય. નહી તો આ તમારા કામના પરદાને નુકશાન પહોંચાડી શકે છે. 
 
4. લસણ લઈને એને મીઠાવાળા પાણીમાં ઉકાળી લો. હવે એને તાપથી ઉતારીને સમુદ્રી મીઠું નાખી વાટી લો કે મસલી લો હવે આ મિશ્રનને કપડામાં લપેટીને કાનના ભાગ પર રાખો જ્યાં દર્દ કે ઈંફેકશન થઈ રહ્યું છે. 
 
5. લસણને બાફીને મીઠા સાથે વાટી લો અને પછી એ લેપને કાન કે કાનના પાછળના ભાગમાં લગાડો. આથી તમને દુખાવાથી રાહત મળશે.