Webdunia - Bharat's app for daily news and videos

Install App

પેટની વધતી ચરબીને ઘટાડવા અપાનાવો આ ટિપ્સ

શનિવાર, 23 જાન્યુઆરી 2016 (17:31 IST)
આજકાલ દરેક મહિલા ઈચ્છે છે કે તે સ્વસ્થ અને આકર્ષક દેખાય. પણ મોટાભાગની મહિલાઓ કામમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે તે સારી રીતે પોતાના શરીર પર ધ્યાન નથી આપી શકતી. જેવુ કે વજન વધવુ, કાર્યક્ષમતામાં કમી, બિનજરૂરી થાકનો અનુભવ, ત્વચા બેજાન વગેરે થવાથી જાડાપણુ આવી જાય છે. જેને કારણે તેમના પેટ પર ચરબી આવી જાય છે.  આવામાં મહિલાઓ પોતાનુ વજન ઓછુ કરવા માટે ઘણુ બધુ અપનાવે છે. પણ તેમાથી તેમને કોઈ લાભ થતો નથી. 
 
મોટાભાગની મહિલાઓનુ પેટ ગર્ભધારણ કર્યા પછી બહાર નીકળી આવે છે. જેનાથી તેમની શારીરિક સુંદરતા ઘટી જાય છે. આવામાં પેટનો આકાર વધી જવાથી આખા શરીરનો આકાર બગડી જાય છે. જ્યારે તમારા પર કોઈ પણ ડ્રેસ ફિટ નથી થતી તો તમને કેટલુ ખરાબ લાગે છે. તો આવો આ પેટને અંદર કરવાની ટિપ્સ
 
1. તેલ - મહિલાઓએ ગર્ભાવસ્થાના સમયે પેટ પર તેલથી ધીરે ધીરે માલિશ કરતા રહેવુ જોઈએ. પ્રસવ પછી  હળવા દબાણ સાથે પેટને બાંધીને મુકો. આવુ કરવાથી પેટ વધુ બહાર નહી આવે. 
 
2. ગ્રીન કે બ્લેટ ટી - બપોરે અને રાત્રે વચ્ચે ભૂખ લાગે તો સ્નેક્સ ખાવાને બદલે ગ્રીન કે બ્લેક ટી પીવો. તેમા થાયનાઈન નામનુ અમીનો એસિડ હોય છે જે તમારી ભૂખને કંટ્રોલ કરે છે. 
 
3. પ્રોટીનની માત્રા - ખાવામાં પ્રોટીનની માત્રા વધારો. આ પચવામાં વધુ સમય લે છે અને પેટ મોડા સુધી ભરેલુ રાખે છે. જેવા કે ઈંડાનો સફેદ ભાગ, ફેટ ફ્રી દૂધ અને દહી ગ્રિલ્ડ ફિશ અને શાકભાજી તમને સ્લિમ ફિટ બનાવશે. 
 
4. ઈંડા - સવારના સમયે પ્રોટીનનુ સેવન ખૂબ જ લાભકારી છે. કાર્બોહાઈડ્રેટ યુક્ત અન્ય ખાદ્ય પદાર્થની તુલનામાં ઈંડા ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. એક ઈંડામાં ફક્ત 75 કૈલોરી હોય છે અને તેમા અન્ય મહત્વપૂર્ણ પોષણ તત્વો ઉપરાંત લગભગ 7 ગ્રામ સુધી ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રોટીન રહેલુ છે. 
 
5. તજ - તજ તમારા ભોજનને મીઠાસ આપે છે. આ સાથે જ તજ વગરના આહારની તુલનામાં આ શુગરને 20 ગણુ વધુ મેટાબોલાઈઝ કરે છે. બ્લડમાં શુગરની વધુ માત્રા રહેવાથી ફૈટ સ્ટોરેજ વધે છે. 
 
 
6. ગરમ પાણી - અઠવાડિયામાં એક વાર ગરમ પાણીથી પેટને સેંકાઈ કરો. આવુ કરવાથી પરસેવો વધુ આવશે અને ચરબી ઓછી થશે અને પેટની સ્કિન ટાઈટ થશે. 
 
7. વ્યાયામ - ફરવા જાવ અને ફરતી વખતે શ્વાસને અંદર તરફ ખેંચો અને પેટને પણ અંદર લો. આવુ અનેકવાર કરતા રહો તેનાથી ઉભરાયેલુ પેટ અંદર જશે. 

વધુ જુઓ..

CBSE ધોરણ 10ના સેકન્ડ બોર્ડના પરિણામો જાહેર, કુલ 96.78 ટકા વિદ્યાર્થીઓ પાસ; અહીં ચેક કરો માર્કશીટ

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, સુરત શહેર પાણી-પાણી; પોશ વિસ્તારોમાં પણ ભરાયા પાણી

સોનમ વાંગચુકની તબિયત આજે કેવી છે? પત્ની ગીતાંજલિએ દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો, જાણો કારણ

મધ્ય પૂર્વ યુદ્ધમાં ૧૬ અમેરિકી સૈનિકો માર્યા ગયા, ઈરાન સંપૂર્ણ યુદ્ધના મૂડમાં, જાણો ટ્રમ્પની યોજના શું છે?

રાજૌરીમાં પૂરની સ્થિતિ, પૂંચમાં 4 લોકોના મોત અને અનેક ગુમ; જુઓ વિડિઓ

વધુ જુઓ..

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 19, 2026

શનિવારે કરશો આ ઉપાય તો થશે પ્રમોશન, ખરાબ નજરથી મળશે મુક્તિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 18, 20226

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 જુલાઈ 2026

Show comments