1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

કમરના દુખાવાથી કંટાળી ગયા છો તો આ ઉપાય કામ કરશે

back painb
કમરના દુખાવાની ફરિયાદ આજકાલ મોટાભાગે બધાને રહેતી હોવાનુ સાંભળવા મળે છે. અનેકવાર આ સમસ્યા એટલી વધી જાય છે કે આ ગંભીર રૂપ ઘારણ કરી શકે છે. આ દુખાવા પાછળ અનેક કારણો હોઈ શકે છે. જેવુ કે અનેક સ્ત્રીઓને ડિલીવરી પછી આ ફરિયાદ મોટાભાગે જોવા મળે છે. કેટલાક લોકો જે ઓફિસમાં જોબ કરે છે તેમને ત્યા સતત બેસીને કામ કરવુ પણ એક મોટુ કારણ હોય છે. આજે અમે તમને કેટલાક એવા ઉપાય બતાવી રહ્યા છે જેનાથી તમારી આ  સમસ્યા દૂર થઈ શકે છે. 
 
1. ઓફિસમાં સતત કામના સ્ટ્રૈસમાં આપણે એટલા બિઝી થઈ જઈએ છીએ કે બ્રેક લેવાનુ જ ભૂલી જઈએ છીએ. દરેક એક કલાકમાં થોડા મિનિટનો બ્રેક જરૂર લો. તેનાથી કમરને અડધો આરામ મળશે. 
 
2. કમરના દુખાવો થતા નારિયળ કે સરસવના તેલમાં લસણની ત્રણ-ચાર કળીઓને કાળી થતા સુધી ગરમ કરો. જ્યારે આ કુણું પડી જાય ત્યારે તેનાથી કમરની માલિશ કરો.  તમને આરામ મળશે.  આ તેલને લગાવ્યા પછી હવામાં ન જશો. 
 
3. જ્યારે પણ તમે ખુરશી પર બેસો તો નમીને ન બેસો. ગરદન સીધી રાખો  અને કમરને સીધી રાખવા માટે ખુરશીની પાછળ જાડો ટોવેલ લગાવો. તેનાથી રામા મળશે. ખાસ કરીને જો તમે ઓફિસમાં જોબ કરો  તો તમારા બેસવાનો ઢંગ બદલી નાખો. 
 
4. નરમ ગાદીવાળી સીટો પર બેસવાથી બચો. જો તમને અવારનવાર કમરના દુખાવાની ફરિયાદ રહે છે તો નરમને બદલે સખત ગાદી પર સૂવો. 
 
5. થોડી થોડી વાર પછી બ્રેક લો અને થોડો આંટો મારી આવો. તેનાથી કમરનો દુખાવો ઠીક થવાની સાથે જ તમારુ વજન પણ કંટ્રોલમાં રહેશે.   વધુ સમય સુધી એક જ પોઝીશનમાં બેસવાથી બચો. 
 
6. અજમાને થોડી વાર સુધી ધીમા તાપ પર સેંકી લો અને ઠંડુ થતા તેને ચાવીને ગળી જાવ. તેને ખાવાથી કમરના દુખાવામાં રાહત મળે છે.