1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

1-2 દિવસ રહે છે Periods તો ઈગ્નોર ન કરવું ગંભીર રોગના છે સંકેત

મહિલાઓને દર મહીને માસિક ધર્મનો સામનો કરવો પડે છે જે 4 થી 7 દિવસ સુધી રહે છે. પણ કેટલીક મહિલાઓને 1 કે 2 દિવસ જ પીરિયડસ આવે છે જેને મહિલાઓ સામાન્ય સમજીને ઈગ્નોર કરે છે જ્યારે આ 
કોઈ મોટા રોગન સંકેત હોઈ શકે છે. શોધ મુજબ 5 થી 35% મહિલાઓ અસામાન્ય પીરિયડનો સામનો કરે છે. પણ ખુલીને આ પર વાત નથી કરતી. 
 
શું છે સામાન્ય કે રેગુલર પીરિયડસ 
માહવારીમાં સામાન્ય કે કોઈ પરિભાષા નથી. ઘણીવાર એક મહીનામાં 2 વાર પીરિયડસ પણ હોઈ શકે છે. પણ સામાન્ય મેંસ્ટ્રુઅલ સાઈકલ 28 દિવસો ગણાય છે. પણ જો 21 થી 45 દિવસોની વચ્ચે પીરિયડસ 
આવે તો તેને પણ સામાન્ય જ સમજાય છે સામાન્ય રીતે મહિલાઓને 4, 6 કે 7 દિવસ સુધી બ્લીડિંગ હોય છે. પણ 1-2 દિવસ સુધી આવુ થવુ અસામાન્ય ગણાય છે. 
 
એક કે બે દિવસની મહામારીના કારણ 
- પ્રેગ્નેંસીની પ્રથમ ત્રૈમાસિકમાં પીરિયડસ 1-2 દિવસ આવે છે. 
- અર્લી પ્રેગ્નેંસી સ્પૉટિંગ કે ઈમ્પ્લાંટેશન બ્લીડિંગ 
- પ્રી મેનોપૉજના કારણ 
- ગર્ભપાત, બ્રેસ્ટફીડિંગના કારણ 
- વધારે તનાવ લેવુ 
- ખૂબ વધારે વ્યાયામ કરવું. 
- પૉલીસિસ્ટિક ઓવરી સિડ્રોમ (PCOS), થાયરાઈડ, ડાયજેસ્ટિવ પ્રાબ્લમ, એંડોમેટ્રિયોસિસ, એનોવુલેટરી સાઈકલ જેવા રોગો 
- પિલ અને બીજી દવાઓ જેવી એસ્પિરિન, પ્રિસ્ક્રિપ્શન બ્લ્ડ થિનર, નોસ્ટેરૉઈડલ, એંટી ઈંફ્લેમેટરી ડ્રગસ, નેપ્રોક્સેન, હાર્મોનલ થેરેપી ડ્ર્ગ્સ, કેંસર, થાયરાઈડ કેટલાક એંટી ડિપ્રેસેંટસ પણ લાઈટ પીરિયડસના 
કારણ હોઈ શકે છે. 
 
ખુલીને પીરિયડસ ન આવવાના કારણ 
તેમજ જો પીરિયડસ ખુલીને ન આવી રહ્યા તો તેનો કારણ પીરિયડસ ખુલીને ન આવવાના કારણ હાર્મોંસ ગડબડી, વજન ઘટવુ કે વધવું, બર્થ કંટ્રોલ પિલ્સ, લોહીની ઉણપ સ્ટેનોસિસ થાયરાઈડ હોઈ શકે છે. 
 
ક્યારે લેવી ડાક્ટરની સલાહ
એક કે બે મહીના સુધી આવુ હોય તો ચિંતા ન કરવી પણ સતત આવુ થઈ રહ્યુ છે તો ડાક્ટરથી ચેકઅપ કરાવો. તે સિવાય 1-2 દિવસના પીરિયડસની સાથે જો કેટલીક પરેશાનીઓ હોય તો તરત ડાક્ટરની સલાહ લેવી જોઈએ. 
 
- એબ્નાર્મલ વેજાઈનલ બ્લીડિંગ 
- મેંસ્ટ્રુઅલ સાઈકલ સામાન્યથી ખૂબ ઓછુ હોય 
- દુખાવાવાળી બ્લીડિંગ કે ઓવુલેટ ન કરી શકવું 
- પૉઝિટિવ પ્રેગ્નેંસી ટેસ્ટ પછી પણ બ્લીડિંગ હોવી. 
 
શું કરવું 
જો પીરિયડસની ઓછા સમયના કારણે કોઈ ગંભીર સમસ્યા નથી તો તેને યોગ્ય લાઈફસ્ટાઈલ, સારી ડાઈટ, વ્યાયામ કે યોગથી સુધારવુ. તે સિવાય પૂરતી ઉંઘ લેવી અને તનાવથી દૂર રહેવું.