ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 25 જૂન 2020 (13:44 IST)

Health Tips for Corona : કોવિડ-19ને માત આપશે આ 7 ઉપાય

1 - મોટેભાગે આ બીમારી ઘરેલુ ઉપાય, વરાળ લેવી, કોગળા કરવા, કાઢો પીવો અને તાવ આવતા ક્રોસિન અને મલ્ટી વિટામીન લેવાથી ઠીક થઈ જાય છે. 
2 - જો ગંધ અને સ્વાદને ઓળખવાની તમારી ક્ષમતા નષ્ટ થઈ ગઈ છે, તો કોવિડ -19 શરીરમાંથી નીકળી જતા જ આ સ્વાદ અને ક્ષમતા પરત આવી જાય છે     તેથી તેની ચિંતા ન કરો.
3 - 10 દિવસ ખૂબ જટિલ છે. આ સમય દરમિયાન તમે અન્યને ચેપ લગાવી શકો છો. તેથી દરેકથી અંતર રાખો.
4 - તમારા કપડા અને ફૂડ પ્લેટો જાતે ધોઈ લો અથવા એવી વ્યવસ્થા કરો કે તે ઘરના અન્ય લોકોની વસ્તુઓમાં તે મિક્સ ન થઈ જાય.
5 - જો શ્વાસની તકલીફ રહે તો ડૉક્ટરનો સંપર્ક કરો. કારણ કે ઘરે શ્વસન સમસ્યાઓ હલ થઈ શકતી નથી. એક ઓક્સીમીટર (Oximeter)ઓક્સિજન     માપવાનુ નાનુ મશીન જરૂર ખરીદી રાખો. અને જો 93 કરતા ઓછું આવે તો ડોક્ટરને કોલ કરો. 
6 - જો બધા લક્ષણો ન હોય અને ટેસ્ટ પણ ન કરાવી શકો તો પણ તમારો ઘરેલું ઉપચાર એ જ રીતે કરો જેવો  કોવિડ દર્દી કરે છે. 
7 - તમારી ઇચ્છાશક્તિ (Will power) ને મજબૂત  રાખો, તેનાથી અડધા રસ્તો પાર થઈ જાય છે. બાકીનું કામ સમય અને દવાનું  છે.