ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 17 મે 2021 (08:43 IST)

Weight Loss Tips - વર્ક ફોર્મ હોમની સ્થિતિમાં વધી ગયુ છે વજન, તો આ 5 સુપરફુડસ તમને કરશે મદદ

જો તમે વજન ઘટાડવા માટે ઘરેલુ રીતો શોધી રહ્યા છો, તો પહેલા તમારે તમારા આહારમાં ઓછી કેલરીવાળી ખોરાકનો સમાવેશ કરવો પડશે. ઉપરાંત, ખાદ્ય ચીજો કે જેમાં વધારે પ્રમાણમાં ફાઇબર હોય છે તે પસંદ કરવા પડે છે. જે તમારું વજન કંટ્રોલમાં રાખશે અને તમને ભૂખ ઓછી પણ કરશે. તો ચાલો અમે તમને જણાવીએ તે ખાદ્ય ચીજો વિશે જે તમને તે ખાવાથી તમારું વજન વધુ ઝડપથી ઘટાડી શકાય છે.
 
અહી જણાવેલ 5 ખોરાક તમારુ વેટ લોસ કરવામાં મદદ કરશે 
 
ગાજર - શરીર પર જમા થતી ચરબી ઘટાડવા માટે ગાજરનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. સવારે ગાજરનો રસ પીવો સ્વાસ્થ્ય માટે સારું રહે છે કારણ કે ગાજર કરતાં ગાજરના જ્યુસમાં ફાઈબરની માત્રા વધુ જોવા મળે છે. ફૂડ ડેટા સેન્ટ્રલના વૈજ્ઞાનિક રિસર્ચ મુજબ ફાઈબરનું સેવન પેટને લાંબા સમય સુધી ભરેલું રાખવામાં મદદ કરે છે અને વધુ ખાવાની ટેવ ઘટાડે છે.
પોષક તત્વોથી ભરપૂર હોય છે ગાજર 
 
લીંબુ -  લીંબુમાં વિટામિન સી જોવા મળે છે. આ ઉપરાંત, તેમાં થાઇમિન, રિબોફ્લેવિન, નિયાસિન, વિટામિન બી-6, ફોલેટ અને વિટામિન-ઇના તત્વો જોવા મળે છે. 
 
એનસીબીઆઈ વેબસાઇટ પર પ્રકાશિત ઉંદર પર કરવામાં આવેલા એક અભ્યાસ મુજબ લીંબુમાં રહેલ પોલિફેનોલ્સ વધતા વજનને ઘટાડે છે. જે કેલોરીને ઘટાડવાનુ સૌથી શ્રેષ્ઠ સાધન છે.  તેથી દરરોજ સવારે લીંબુનું સેવન કરો. આ એક શક્તિશાળી એંટીઓક્સીડેંટ છે જે ઈમ્યુનિટીને વધારી શકે છે. 
 
સંતરા - સંતરા એ વિટામિન સી નો સારો સ્રોત છે. અન્ય ફળોની તુલનામાં તેમાં ઓછામાં ઓછી કેલરી હોય છે. તેમાં વધારે પ્રમાણમાં ફાઇબર અને વિટામિન સી હોવાને કારણે તે તમારું વજન ઘટાડે છે. તેથી નારંગીનુ સેવન કરો  તમે તેનો ઉપયોગ જ્યુસ અને અન્ય ડીશમાં પણ કરી શકો છો.
 
કોબીજ - તમારા આહારમાં કોબીજને શામેલ કરો, કારણ કે કોબીજમાં ટાર્ટારિક એસિડ હોય છે, જે ખાંડ અને કાર્બોહાઈડ્રેટને વસામાં ફેરવતા રોકે છે. આ સંયોજન વજન ઘટાડવામાં મદદ કરે છે. બીજી બાજુ કોબીજમાં ફાઇબર રહેલુ છે જે તમારી ભૂખને નિયંત્રિત કરે છે જેને લીધે તમને જલ્દી ભૂખ નહી લાગે. 
 
કોબીજ શરીરમાં પોષણની કમીને દૂર કરવામાં લાભકારી છે. 
 
કાકડી - કાકડીમાં એન્ટીઓકિસડેન્ટ અને જરૂરી  વિટામિન કે હોય છે. એક અભ્યાસમાં જોવા મળ્યુ છે કે 100 ગ્રામ કાકડીમાં 15 કેલરી હોય છે. તેમાં પાણીની ભરપૂર માત્રા હોય છે. તેમાં ઓછી કેલરી અને વધુ પાણી હોવાને કારણે કાકડી તમારું વજન ઓછું કરવામાં મદદ કરે છે. તેથી તમારા આહારમાં કાકડીનો સમાવેશ કરો