ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 5 જુલાઈ 2018 (14:36 IST)

સોનાલીને હાઈગ્રેડ કેંસર, જાણો કયા સ્ટેજનુ છે આ કેંસર અને કેવી રીતે નક્કી થાય છે તેની ગ્રેડ ?

એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેએ બુધવારે ટ્વિટર અને ઈંસ્ટાગ્રામ પર માહિતી આપી કે તેને હાઈ ગ્રેડ કેંસર થઈ ગયુ છે.  તેનો ઈલાજ ન્યૂયોર્કમાં ચાલી રહ્યો છે.  પોતાની પોસ્ટમાં તેણે મેટાસ્ટેસિસ કેંસરનો ઉલ્લેખ કર્યો છે.   જેને ફોર્થ સ્ટેજનુ કેંસર પણ કહે છે.  જૂનમાં સોનાલીને મુંબઈના હિંદુજા હેલ્થકેયર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારે તેને ગાયનોલૉજિકલ પ્રોબ્લેમ હોવાના સમાચાર આવ્યા હતા. એક્સપર્ટ મેડિકલઑંકોલૉજિસ્ટ મુજબ જાણો શુ હોય છે હાઈ ગ્રેડ કેંસર અને કયા આધાર પર નક્કી થાય છે તેની ગ્રેડ 
 
શુ હોય છે હાઈ ગ્રેડ કેંસર 
 
 કેંસરની ગ્રેડ શુ છે આ ત્રણ કંડિશંસના આધાર પર નક્કી થાય છે. સૌ પહેલા ડોક્ટર કેંસર અને સ્વસ્થ કોશિકાઓની તુલના કરે છે. સ્વસ્થ કોશિકાઓના ગ્રુપમાં અનેક પ્રકારના ટિશ્યૂ સામેલ હોય છે. જ્યારે કે કેંસર થતા તેની સાથે મેચ કરતી પણ અસામાન્ય કોશિકાઓ ચેકઅપ કરતા અલગ દેખાય છે. તેને લો ગ્રેડ કેન્સર કહે છે. તો બીજી બાજુ કેંસરસ કોશિકાઓમાંથી સ્વસ્થ કોશિકાઓ તપાસમાં જુદી દેખાય તો તેને હાઈ ગ્રેડ ટ્યૂમર કહે છે.   કેંસરની ગ્રેડના આધાર પર ડોક્ટર જણાવે છે કે આ કેટલી ઝડપથી ફેલાય શકે છે.  લો ગ્રેડ કેંસરની શરૂઆતની સ્ટેજમાં જાણ થાય તો તેનો ઈલાજ શક્ય છે. 
 
આ રીતે નક્કી થાય છે કેંસરની ગ્રેડ 
 
દર્દી કેંસરના કયા સ્ટેજ કે ગ્રેડ પર છે એ ત્રણ વાતોના આધારે નક્કી થાય છે. 
 
1. ફેરફાર - શરીરમાં રહેલી સ્વસ્થ કોશિકઓ કેંસર કોશિકાઓથી કેટલી અલગ છે. જેટલી આ જુદી હશે એટલી આ ગ્રેડ વધવાની તરફ ઈશારો થશે. 
 
2. ડિવીજન - શરીરમાં કેંસર કોશિકાઓની કેટલી ઝડપથી તૂટીને સંખ્યા વધી રહી છે, જેટલી સંખ્યા વધુ એટલુ ગંભીર હોય છે કેંસર. 
 
3. ટ્યૂમર સેલ્સ - ટ્યૂમરમાં કોશિકાઓની સંખ્યા કેટલી છે જે ધીરે ધીરે ખતમ થઈ રહી છે એ પણ મહત્વનુ છે. 
 
આ ટ્યૂમર ફેલવાની ગંભીર સ્થિતિ છે.
 
ડો. મુજબ હાઈ ગ્રેડ કેંસરમાં ટ્યૂમર ઝડપથી બોડીમાં ફેલાય છે. આ ટ્યૂમરની ખૂબ એગ્રેસિવ કંડિશન છે.  આ શરીરના કયા અંગમાં છે. દર્દીની વય અને વર્તમાનમાં હાઈગ્રેડની કંઈ સ્ટેજ છે તેના આધાર પર ટ્રીટમેંટ નક્કી કરવામાં આવે છે. 
 
 
મેટાસ્ટેટિક કેંસર 
 
સોનાલીએ જે પોસ્ટ ટ્વિટર અને ઈંસ્ટાગ્રામ પર શેયર કરી છે તેમા મેટાસ્ટેટિક કેંસરનો ઉલ્લેખ કર્યો છે આ કેંસરનુ ખૂબ ગંભીર રૂપ હોય છે.  આવી સ્થિતિ કેંસરના ટ્યૂમરને ઝડપથી શરીરના એક ભાગથી બીજા ભાગમાં ફેલાવે છે.  તેને ફોર્થ સ્ટેજનુ કેંસર પણ કહે છે. કેંસર સેલ્સના શરીરના એકથી બીજા ભાગમાં ફેલવાની પ્રક્રિયાને મેટાસ્ટેસિસ કહે છે. 
 
 
સમજો કેંસરનુ સ્ટેજ અને ગ્રેડનો ફરક 
 
કેંસરની સ્ટેજ અને ગ્રેડમાં ફરક હોય છે. કેંસરની સ્ટેજના આધાર પર આ માહિતી મળી છે કે આ શરીરમાં કઈ હદ સુધી ફેલાય ચુક્યુ છે. બીજી બાજુ ગ્રેડ બતાવે છે કે ટ્યૂમરના શરીરમાં ફેલાવવાની ક્ષમતા કેટલી છે.