1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated: ગુરુવાર, 9 માર્ચ 2023 (08:13 IST)

કમર દર્દથી પરેશાન મહિલાઓ રાત્રે સૂતા પહેલા કરો આ 3 કામ, ઝડપથી મળશે આરામ

back pain
મહિલાઓમાં કમરનો દુખાવો - મહિલાઓ મોટેભાગે કમરના દુખાવાથી પરેશાન રહે છે. આવામાં દવાઓનો ઉપયોગ દરેક વખતે યોગ્ય નથી.  પણ કેટલાક ઘરેલુ ઉપચાર આ સ્થિતિમાં તમારે માટે ઝડપથી કામ કરી શકે છે.  ઉલ્લેખનીય છે કે આ ઘરેલુ ઉપાયોની ખાસ વાત એ છે કે આ ખૂબ જ સહેલા છે અને કમરમાં થનારા દુખાવા પર કામ કરે છે. આ હકીકતમાં માંસપેશીઓ અને હાંડકાઓમાં ગરમી ઉભી કરે છે અને દુખાવાથી રાહત મેળવવામાં મદદ કરે છે.  પણ આ ઉપાયોને અપનાવતા પહેલા આવો જાણીએ કમરના દુખાવાના કેટલાક કારણ અને પછી જાણીશુ આ માટે કેટલાક ઉપાય. 
 
પીઠ દર્દના કારણ - Causes of back pain in womens 
- માંસપેશીઓમાં ખેંચાવ અને અકડન 
- ઉઠવા બેસવા કે ચાલવાની ખોટી આદત 
- કરોડરજ્જુ પર વધારાનો દબાવ અનુભવ કરવો 
 - જાડાપણુ કે વજનનુ વધવુ 
 
મહિલાઓમાં કમર દુખાવાનો ઉપાય - Home remedies for women back pain relief
 
1. હળદરવાળુ દૂધ પીવો - હળદરના મુખ્ય બાયોએક્ટિવ યૌગિક કરક્યુમિનમાં સોજારોધી ગુણ હોય છે જે કમરના દુખાવામાં તમારા કામ આવી શકે છે.  આવામાં રોજ રાત્રે સૂતા પહેલા અડધો કપ ગરમ દૂધ લો અને તેમા એક ચમચી હળદર પાવડર નાખીને સારી રીતે મિક્સ કરી લો. ઉપરથી થોડુ મધ મિક્સ કરી લો.  તેનાથી બે ફાયદા થશે. પહેલા તો તમારો દુખાવો ઓછો થશે અંબે બીજો આ તમારા હાડકાને મજબૂત કરવા અને માંસપેશીઓના સોજાને ઓછા કરવામાં મદદ કરશે. 
 
2. ગરમ પાણીથી નાહી લો - જો તમને કમરમાં દુખાવો પરેશાન  કરી  રહ્યો છે તો પહેલા ગરમ પાણીથી નાહી લો. આ પહેલા તો તમે શરીરમાં ગરમી પેદા કરશે અને માંસપેશીઓમાં સોજાને ઓછા કરશે. બીજુ ગરમ પાણીથી ન્હાવાથી તમારુ બ્લડ સર્કુલેશન યોગ્ય રહેશે. જેનાથી તમે દુખાવામાં રાહત મેળવી શકશો. 
 
 3. ઓશિકા વગર સૂઈ જાવ -  ઓશિકા વગર સુવુ તમારા કમરના દુખાવામાં બચાવ કરવામાં મદદ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે આ પ્રકારની સ્ટ્રેચિંગ એક્સરસાઈઝ થઈ જાય છે જે પીઠના હાડકાઓનો દુખાવો ઓછો કરે છે અને માંસપેશીઓને આરામ આપે છે. આ ઉપરાંત આ શરીરમાં ખોટા પૉશ્ચરને કારણે થનારી સમસ્યાને પણ ઓછી કરવામાં મદદરૂપ છે.