બુધવાર, 27 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 24 માર્ચ 2023 (11:09 IST)

World tuberculosis day- ટીબી(Tuberculosis) શુ છે ? ટીબીના લક્ષણો અને સારવાર

Tuberculosis
ટ્યૂબરક્યુલોસિસ (ટીબી) એક ચેપી રોગ છે જે સામાન્ય રીતે બેક્ટેરિયમ માઇકોબેક્ટેરિયમ ટ્યૂબરક્યુલોસિસ (એમટીબી)થી થાય છે. ટીબી સામાન્ય રીતે ફેફસાંને અસર કરે છે પણ તેનાથી શરીરના અન્ય ભાગને પણ અસર થઈ શકે છે. મોટા ભાગના ચેપના કોઈ લક્ષણ હોતા નથી, જેને લેટન્ટ ટ્યૂબરક્યુલોસિસ કહે છે. અંદાજે ૧૦ ટકા લેટન્ટ ચેપ એક્ટિવ રોગમાં ફેરવાય છે અને જો તેની સારવાર કરવામાં ન આવે તો ચેપગ્રસ્ત આશરે અડધોઅડધ લોકો મૃત્યુ પામે છે. સક્રિય ટીબીના લક્ષણોમાં સખત ખાંસી, ગળફામાં લોહી નીકળવું, તાવ, રાત્રે ખૂબ પરસેવો થવો તથા વજનમાં ઘટાડો સામેલ છે.
 
ટી.બી. એટલે કે ટ્યુબરક્યુલોસીસ એટલે કે ક્ષય. એમ માનવમાં આવતું કે એ Low Socio Economic Area માં જોવા મળતો રોગ છે. પણ Not any more T.B. હવે સારા એવાં પ્રમાણમાં જોવા મળે છે. કારણ ઘણાં છે  જેવા કે Over Work, Fast Food, Sleepless Nights, Poor Personal Hygiene, Unscientific Dieting & HIV Infection.
 
ઉંમર લાયક, નાની ઉંમરના વ્યક્તિઓ, ડાયાબિટીસ વાળા દર્દીઓ, એચઆઈવી ઇન્ફેકશન વાળા દર્દીઓને ટી.બી. નુ પ્રમાણ વધુ પ્રમાણમાં થવાની શક્યતાઓ રહેલી છે.
 
 
ટીબીના લક્ષણ :-
અમેરિકાના સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર જે દર્દીઓના ફેફસાંમાં ટીબી હોય છે તેમાં આ લક્ષણ જોવા મળે છે. 
 
- 3 અઠવાડિયા અથવા તેનાથી વધારે સમય સુધી ખાંસી રહેવી.  
 
- છાતીમાં દુખાવાનો અનુભવ થવો. 
 
- ખાંસતી વખતે અથવા ખાંસી ખાધા બાદ લાળમાંથી લોહી આવવું. 
 
- ખૂબ જ વધારે થાક અને નબળાઇ અનુભવવી.
 
- અચાનકથી વજન ખૂબ જ વધારે ઘટી જવું. 
 
- ભૂખ ન લાગવી. 
 
- ધ્રૂજારી અનુભવવી અને તાવ આવવો. 
 
- રાત્રે ખૂબ જ વધારે પરસેવો આવવો. 
 
શરીરના કોઇ અન્ય અંગમાં જો ટીબી થયો હોય તો તેના લક્ષણ જે ભાગમાં ટીબી થયો છે તેના આધારે અલગ-અલગ હોઇ શકે છે. સામાન્ય લક્ષણની વાત કરીએ તો આ સંકેત જોવા મળી શકે છે. 
 
- લિમ્ફ નોડ્સ લસીકા ગાંઠમાં સતત સોજો રહેવો. 
 
- પેટમાં સતત દુખાવો થવો. 
 
- હાડકાં અથવા સાંધામાં દુખાવો થવો. 
 
- ભ્રમ અથવા કન્ફ્યૂઝન થવા જેવી પરિસ્થિતિ સર્જાવી. 
 
- નિયમિત માથામાં દુખાવો રહેવો. 
 
- આંચકી આવવી. 
 
ટીબીની સારવાર :-  
 
ટીબી બેક્ટેરિયાથી થતી બીમારી છે એટલા માટે સમય પર બીમારીની ઓળખ કરીને યોગ્ય એન્ટીબાયોટિક્સ શરૂ થઇ જાય તો ટીબીની સારવાર થઇ શકે છે. કોના માટે કઇ એન્ટીબાયોટિક યોગ્ય છે અને સારવાર કેટલા સમય સુધી ચાલશે, તે આ બાબતો પર આધાર રાખે છે. 
 
- વ્યક્તિની ઉંમર અને તેનું સ્વાસ્થ્ય કેવું છે
 
- દર્દીને એક્ટિવ ટીબી થયો છે અથવા લેટેન્ટ એટલે કે પરોક્ષ ટીબી જેમાં લક્ષણ જોવા મળતા નથી. 
 
- ટીબીનું ઇન્ફેક્શન શરીરના ક્યા ભાગમાં થયું છે?
 
ટીબીની સારવાર સામન્ય રીતે 3 મહીનાથી લઇને 9 મહીના સુધી ચાલે છે. લક્ષણ નજર આવતા બંધ થઇ જાય તો પણ ખૂબ જ જરૂરી છે કે તમે દવાનો કોર્સ પૂરો કરો નહીં તો બીમારી ફરીથી ઉથલો મારવાની શક્યતાઓ રહે છે..