સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: હાંગઝોઉ , સોમવાર, 5 સપ્ટેમ્બર 2016 (13:03 IST)

જિનપિંગે પુતિનને ગીફ્ટમાં આપી રશિયન આઈસ્ક્રીમ

જી-20 સમ્મેલનમાં ભાગ લેવા માટે ચીનના શહેર હાંગજોઉ પહોંચેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન જયારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યાં ત્યારે તેમણે ખાસ ગીફટ આપી હતી. આ ગીફટ હતી રશિયન આઇસ્ક્રીમ. પુતિન આ આઇસ્ક્રીમ પોતાની સાથે રશિયાથી લઇને આવ્યા હતાં.
 
   જોકે, પુતિને ડબ્બામાં બંધ આઇસ્ક્રીમના ફલેવર અંગે ખુલાસો નથી કર્યો. પુતિન જયારે જિનપિંગને જી-20 પ્રવાસ દરમિયાન એક સરકારી ગેસ્ટહાઉસમાં મળ્યાં ત્યારે આ ગીફટ આપી હતી. પુતિને કહ્યું કે, 'મેં તેમને કહ્યું હતું કે હું તેમના માટે લઇને આવીશ અને હવે હું તમારા માટે આ ડબ્બો ભરીને આઇસ્ક્રીમ લાવ્યો છું.'
 
   આ ગીફટ મેળવ્યા બાદ જિનપિંગે પુતિનનો આભાર વ્યકત કર્યો અને કહ્યું કે મોસ્કોના પોતાના પ્રવાસો બાદ તેમને રશિયન આઇસ્ક્રીમનો સ્વાદ ખુબ પસંદ આવ્યો છે.