બુધવાર, 4 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: રવિવાર, 10 નવેમ્બર 2024 (17:55 IST)

યોગી આદિત્યનાથે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી પર નિવેદન આપ્યું

yogi govt.
ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે અલીગઢની ખેર વિધાનસભા બેઠક પર ચૂંટણીસભાને સંબોધિત કરતી વખતે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી પર નિવેદન આપ્યું હતું.
 
તેમણે કહ્યું, "તમે જોયું જ હશે કે ગઇકાલે માનનીય સુપ્રીમ કોર્ટમાં ચર્ચા થઈ હતી કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને લઘુમતી યુનિવર્સિટી બનાવવી જોઈએ કે તેને સામાન્ય સંસ્થા તરીકે જ રાખવી જોઈએ."
 
“યાદ કરો કે એવું કેવી રીતે બની શકે કે જે સંસ્થા ભારતનાં સંસાધનો પર ચાલે છે, જે ભારતના લોકોના ટૅક્સથી ચાલે છે પણ તે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત સમુદાયના લોકોને અનામત 
 
આપતી નથી. પરંતુ તેઓ ત્યાં પ્રયાસ કરી રહ્યા છે મુસ્લિમો માટે 50 ટકા અનામતની વ્યવસ્થા થાય અને આ જ મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે."
 
"ભારતનું બંધારણ મંડલ કમિશનના રિપોર્ટના આધારે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત જાતિના લોકોને આરક્ષણની સુવિધા આપે છે. પરંતુ મુસ્લિમ યુનિવર્સિટીઓમાં આ સુવિધા શા માટે ઉપલબ્ધ 
 
નથી. જ્યારે ત્યાં ભારતના પૈસાનો ઉપયોગ કરવામાં આવે છે તો ત્યાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને આદિજાતિ અને પછાત જાતિના લોકોને પણ ત્યાં અનામતનો લાભ મળવો જોઈએ અને તેમને પણ 
પ્રવેશ મળવો જોઇએ.”
 
"કૉંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બસપા તેમની વોટબૅન્ક બચાવવા માટે તમારી ભાવનાઓ, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા સાથે સમાધાન કરી રહ્યા છે."
 
અહીં ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે 1967ના પોતાના જ નિર્ણયને પલટાવ્યો હતો. એ નિર્ણય હેઠળ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને લઘુમતી સંસ્થાનનો દરજ્જો ન મળી શકે તેમ હતું, કારણ કે તેની સ્થાપના કાયદા 
 
હેઠળ કરવામાં આવી હતી.
 
શુક્રવારે સુપ્રીમ કોર્ટે આ જ નિર્ણયને પલટાવતા કેટલાક પરીક્ષણો પણ નિર્ધારિત કર્યા છે. હવે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના લઘુમતી દરજ્જા પર હવે પછીની સુનાવણી કે નિર્ણય આ જ પરીક્ષણોને ધ્યાનમાં 
 
રાખીને થશે.