મેલબોર્ન અને બ્રિસબેનમાં કચ્છી યુવાને પીએમ મોદીનો પ્રચાર શરૂ કર્યો
નરેન્દ્ર મોદી એવી પ્રતિભા છે જેમનો પ્રચાર કેવી રીતે થાય છે તેનો વિચાર કરતાં પણ આપણે ક્યારેય ના સમજી શકીએ તેવો માહોલ દેખાતો હોય છે. તેમના પીએમ બન્યા બાદ જાણે કે તેઓ ચોતરફ એક સ્ટાર તરીકે ભૂમિકા અદા કરી રહ્યાં હોય તેવાં દ્રશ્યો જોવા મળે છે. અમેરિકા હોય કે પછી બ્રિટન હોય મોદી અત્ર તત્ર સર્વત્ર જામેલા છે. હવે ભારતની આગામી ચૂંટણીને લઈને તેમનો પ્રચાર કરવા માટે એક કચ્છી યુવાને બીડુ ઝડપ્યું છે. મૂળ કચ્છના અને હાલે ઓસ્ટ્રેલીઆમાં વસતા કુણાલ મહેતા અને તેમની ટીમે સીડની, મેલબોર્ન અને બ્રિસબેન ખાતે આગામી 2019ની સામાન્ય ચૂંટણીઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરી પાછો જંગી બહુમત અપાવી સત્તાસ્થાને બેસાડવા પ્રચાર અભિયાનની શરૂઆત કરાઇ છે. તેમના દ્વારા મોદી સમર્થકોનું એક મોદી સપોર્ટર્સ ગ્રુપ (એમએસજી)બનાવાયું છે જે ત્યાંના સ્થાનિક ભારતીયોને મોદીની પ્રતિભા અને કાર્યશૈલીથી વાકેફ કરશે. ગ્રુપનું ટ્વીટર હેન્ડલ હેશટેગ મોદી ફોર 2019 પણ આ કાર્યક્રમમાં લોન્ચ કરાયું હતું. આ ગ્રુપના કેટલાક સભ્યો આ પહેલાં પણ નવેમ્બર 2014માં ઓસ્ટ્રેલીઆ ખાતે મોદી એક્સપ્રેસ પ્રોજેક્ટ ચલાવી ચૂક્યા છે