શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 3 જાન્યુઆરી 2020 (12:03 IST)

બાળકની ટી શર્ટ પર અજગર... એયરપોર્ટ પર આ જોઈને અધિકારીઓના પણ ઉડી ગયા હોશ

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં એયરપોર્ટ પર એક એવો મામલો સામે આવ્યો છે જેમા એક 10 વર્ષનુ બાળક એક ટીશર્ટ પહેરીને પહોચ્યુ તો અધિકારીએઓ તેને પહેલા પોતાની પાસે બોલાવ્યો ત્યારબાદ તેને કંઈક એવુ કરવાનુ કહ્યુ કે એ બાળક હેરાન રહી ગયો. 
 
ઉલ્લેખનીય છે કે 10 વર્ષના એક સ્ટેવી લુક્સ   પોતાના પરિવાર સાથે 17 ડિસેમ્બરના રોજ ન્યુઝીલેંડથી આફ્રિકાની યાત્રા પર ગયો હતો. આ દરમિયાન જોહાનિસબર્ગ એયરપોર્ટ પર ચેક ઈન દરમિયાન એયરપોર્ટના અધિકારીઓએ સ્ટીવ લુક્સની ટીશર્ટ પર અજગર બનેલો જોયો. ત્યારબાદ અધિકારીઓના હોશ જ ઉડી ગયા. 
 
ડેલી મેલની રિપોર્ટ મુજબ એયરપોર્ટના અધિકારીઓએ સ્ટેવી લુક્સને કહ્યુ કે તેની ટી શર્ટથી બાકી મુસાફરોને પરેશાની થઈ શકે છે. તેથી તેને વિમાનમાં ચઢતા પહેલા  પોતાની ટી શર્ટ ઉતારવી પડશે. 
 
ત્યારબાદ બાળકના પરિવારવાળાને પણ આ જ વાત બતાવવામાં આવી. અંતમા નિર્ણય એ થયો કે લુક્સને પોતાની ટી શર્ટ ઉતારવી પડી. જ્યારબાદ જ તેને વિમાનમાં બેસવાની મંજુરી મળી. બાળકના માતાપિતાને અધિકારીઓએ એ ટી શર્ટ ઉતારવા માટે કહ્યુ. 
 
જો કે ત્યારબાદ એયરપોર્ટ અધિકારીઓએ તેના પર ચોખવટ આપી. તેમણે કહ્યુ કે બાકી મુસાફરોને અને ક્રુ મેંબર્સની સુરક્ષાને જોતા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી આ નિર્ણય યોગ્ય છે. 
 
બાળકના માતાપિતાએ પુરી ઘટના બતાવી. લુક્સના પિતા સ્ટીવે જણાવ્યુ કે તેમના પુત્રએ કાળા રંગની ટી શર્ટ પહેરી હતી જેના પર લીલા રંગનો નાનકડા અજગરનુ પ્રિંટ હતુ. જેને જોતા એવુ લાગી રહ્યુ હતુ કે આ લુક્સના ખભા પરથી ઉતરી રહ્યો છે.