શનિવાર, 26 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 26 ઑગસ્ટ 2021 (12:43 IST)

Kabul Airport પર પાણીની એક બોટલની કિમંત 3000 રૂપિયા, 7500 રૂપિયાના એક પ્લેટ રાઈસ

કાબુલ. તાલિબાન (Taliban)આતંકથી બચવા માટે અફગાનિસ્તાન છોડવાની આશામાં કાબુલ એયરપોર્ટ (Kabul Airport) પહોચી રહેલા લોકો ભૂખ અને તરસથી મરી રહ્યા છે. હવાઈમથકની બહાર ખાવા-પીવાની વસ્તુઓ અનેકગણી વધુ કિમંતમાં વેચાય રહી છે. એટલુ જ નહી, દુકાનદાર અફગાની કરેંસીને બદલે ડોલરની માંગ કરી રહ્યા છે. જો કે અમેરિકી અને બ્રિટિશ સૈનિક અફગાનિયોની મદદ કરી રહ્યા છે, પણ દરેક વ્યતિ સુધી ખોરાક-પાણી પહોંચવો પણ મુશ્કેલ છે. 
 
Dollarમાં ચુકવવા પડી રહ્યા છે ભાવ 
 
કાબુલ એયરપોર્ટ (Kabul Airport) ની બહાર પાણીની એક બોટલ (Water Bottle) 40 ડોલર એટલે કે 3000 રૂપિયામાં વેચાય રહી છે. બીજી બાજુ એક પ્લેટ રાઈસ (Plate of Rice) નો ભાવ 100 ડોલર સુધી પહોંચી ગયો છે., જે ઈંડિયન કરેંસીના હિસાબથી લગભગ 7500 રૂપિયા થાય છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે દુકાનદાર અફગાનિસ્તાનની મુદ્રાને બદલે ડોલરમાં જ ચુકવણી કરવાની માંગ કરી રહ્યા છે. 
 
Troops કરી રહ્યા છે લોકોની મદદ
 
અફઘાનિસ્તાન છોડવાની રાહ જોતા હજારો લોકો કાબુલ એરપોર્ટ પર હાજર છે. હવે આ લોકો માટે ભૂખ અને તરસથી મરવાનો વારો આવી ગયો છે. તેઓ કંઈપણ ખાધા કે પીધા વગર તડકામાં ઉભા રહેવા મજબૂર છે અને એને કારણે જ તેઓ બેહોશ થઈને પડી રહ્યા છે. આમ છતાં, તાલિબાનીઓ તેમની મદદ કરવાને બદલે તેમને મારી રહ્યા છે. આ મુશ્કેલ સમયમાં અમેરિકી અને બ્રિટિશ સૈનિક અફગાનિઓની મદદ કરી રહ્યા છે. સૈનિક એયરપોર્ટની પાસે અસ્થાઈ ઘર બનાવીને રહેનારાઓને પાણીની બોટલ અને ખાવાનુ આપી રહ્યા છે. આ ઉપરાંત સૈનિક અફગાનિસ્તાનના નાના બાળકોને ચિપ્સના પેકેટ વહેચતા પણ જોઈ શકાય છે. 
 
થોડાક જ દિવસમાં કેવી રીતે પુરૂ થશે Mission? 
 
પ્રાપ્ત માહિતી મુજબ અમેરિકાએ છેલ્લા દસ દિવસમાં 70,700 લોકોને અફગાનિસ્તાનમાંથી બહાર કાઢ્યા છે. તેમ છતા મોટી સંખ્યામાં અફગાની હજુ પણ કાબુલ એયરપોર્ટ પર ફસાયા છે. એવુ કહેવાય રહ્યુ છે કે અફગાનિસ્તાનના 2.5 લાખ લોકોને તાલિબાનથી સૌથી મોટો ખતરો છે, જેમાથી ફક્ત 60 હજાર લોકો જ તેમના જાળમાંથી બચી શક્યા છે. તાલિબાને વિદેશી સૈનિકોને 31 ઓગસ્ટ સુધી કાબુલ છોડવાનો આદેશ આપ્યો છે. આવામાં માત્ર થોડાક જ દિવસમાં 2 લાખ લોકોને ત્યાથી કાઢવા મુશ્કેલ છે.