શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 24 ઑગસ્ટ 2021 (16:28 IST)

Afghanistan Crisis: પીએમ મોદી અને રૂસના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે 45 મિનિટ સુધી ફોન પર થઈ વાત, અફગાનિસ્તાનની પરિસ્થિતિ પર થઈ ચર્ચા

Afghanistan Crisis: પીએમ નરેન્દ્ર મોદીએ આજે ​​લગભગ 45 મિનિટ સુધી રૂસમા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી. આ દરમિયાન નેતાઓ વચ્ચે અફઘાનિસ્તાનની હાલની પરિસ્થિતિને લઈને વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બે વૈશ્વિક નેતાઓ વચ્ચેની આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે ઘણા દેશો તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનમાં ફસાયેલા તેમના નાગરિકોને બચાવવાના મિશનમાં વ્યસ્ત છે. ભારતનું મિશન પણ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પીએમ મોદીએ જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ સાથે વાત કરી હતી.
 
પીએમ મોદીએ ટ્વીટ કરતા કહ્યુ, અફગાનિસ્તાનમાં તાજેતરનો ઘટનાક્રમ પર પોતાના મિત્ર રાષ્ટ્રપતિ પુતિન સાથે વિસ્તૃત અને ઉપયોગી વિચારોનુ આદાન-પ્રદાન કર્યુ. અમે દ્વિપક્ષીત એજંડાના મુદ્દા પર પણ ચર્ચા કરી, જેમા કોવિડ -19 સામે ભારત-રૂસ સહયોગ સામેલ છે.  અમે મહત્વના મુદ્દાઓ પર ચર્ચા ચાલુ રાખવા માટે સંમત થયા છીએ. "

 
તાલિબાન અને અફગાનિસ્તાનને લઈને રૂસ શુ વિચારે છે ? 
 
ગઈકાલે એટલે કે સોમવારે રૂસે કહ્યુ કે તે અફગાનિસ્તાનમાં તાલિબાન અને તેના વિરોધીઓ વચ્ચેની લડાઈમાં દખલ નહી કરે.  ક્રેમલિનના પ્રવક્તા દમિત્રી પેસ્કોવે કહ્યુ કે કલેક્તિવ સેક્યુરિટી ટ્રીટી ઓરગેનાઈજેશન (પૂર્વ સરકારી સોવિયત દેશોનું આંતર સરકારી લશ્કરી જોડાણ) ના સભ્ય દેશોએ ગતિરોધ અને અફગાનિસ્તાનમાં બીજુ ગૃહયુદ્ધના પ્રભાવો પર ચર્ચા કરી. તેમણે કહ્યુ, ખરેખર કોઈપણ આ ઘટનાક્રમમાં દખલ નહી કરે. આ પહેલા તાલિબાન પ્રવક્તાએ સોમવારે કહ્યુ કે આ ગઠબંધનના સૈન્યબળોએ પંજશીરને ઘેરી લીધુ.