શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated :સિંગાપુર. , શનિવાર, 2 જૂન 2018 (11:34 IST)

સિંગાપુર - મોદીએ મહાત્મા ગાંધીની તખ્તીનુ અનાવરણ કર્યુ, 70 વર્ષ પહેલા વિસર્જિત થઈ હતી બાપુની અસ્થિયો

પોતાના પાંચ દિવસીય આસિયાન દેશોના પ્રવાસના અંતિમ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિંગાપુર સ્થિત ક્લિફોર્ડ પાયરમાં મહાત્મા ગાંધીની યાદમાં બનેલ તખ્તીનુ અનાવરણ કર્યુ. આ એ પસંદગીના સ્થાનમાં સામેલ છે જ્યા બાપુની અસ્થિયો વિસર્જિત કરવામાં આવી હતી. આ પહેલા શનિવારે જ તેમણે સિંગાપુરના પૂર્વ પ્રધાનમંત્રી ગોહ ચોક તોંગ સાથે પણ મુલાકાત કરી. બંને વચ્ચે પરસ્પર સંબંધોને લઈને લાંબી ચર્ચા થઈ. ઉલ્લેખનીય છે કે ગોહ સિંગાપુરના નિર્માતા લી કુઆન પછી 1990માં દેશના બીજા પ્રધાનમંત્રી બન્યા હતા. 2004માં સત્તા છોડ્યા પછી તે હાલ સરકારમાં વરિષ્ઠ મંત્રી અને સેંટ્રલ બેંકના વરિષ્ઠ સલાહકારના પદ પર છે. 
 
મોદીએ અમેરિકા રક્ષા મંત્રી જેમ્સ મૈટિસ સાથે મુલાકાત કરી 
 
- મોદીએ અમેરિકાના રક્ષા મંત્રી જેમ્સ મૈટિસ સાથે પણ મુલાકાત કરી. મૈટિસ શાંગરી-લા ડાયલૉગમાં ભાગ લેવા સિંગાપુર પહોંચ્યા છે. 
- તાજેતરમાં અમેરિકા રક્ષા વિભાગે પોતાની પ્રશાંત કમાંડનુ નામ બદલીને હિંદ-પ્રશાંત કમાંડ કર્યુ હતુ. એવુ કહેવાય છે કે અમેરિકાએ આવુ આ ક્ષેત્રમાં ભારતનુ મહત્વ જોતા કર્યુ.  મૈટિસ પણ ભારતના સમર્થક માનવામાં આવે છે. 
- માહિતી મુજબ પ્રધાનમંત્રી આજે જ સિંગાપુર અને બોટિનિકલ ગાર્ડનમાં બનેલ નેશંલ આર્કેડ ગાર્ડન જોવા જશે. તેને યૂનેસ્કોની વર્લ્ડ હેરિટેઝ સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો છે.