શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 17 ઑગસ્ટ 2021 (13:49 IST)

ન્યુઝીલેન્ડમાં ફરી લોકડાઉન- કોરોનાનો માત્ર એક કેસ મળતા ન્યુઝીલેડએ આખા દેશમાં લગાવ્યો લોકડાઉન

ન્યુઝીલેંડની પ્રધાનમંત્રી જેસિંડા અર્ડર્નએ ફેબ્રુઆરી પછીથી કોવિડ 19ના પહેલા કમ્યુનિટી કેસની રિપોર્ટ થયા પછી દેશમાં ત્રણ દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરી છે. તમને જણાવીએ કે આ કેસ ઑકલેંડમાં રિપોર્ટ થયુ છે. તે પછી આજે અડધી રાત્રેથી દેશમાં લૉકડાઉન રહેશે. અર્ડર્નએ વેલિંગટનમાં એક સંવાદદાતા સમ્મેલનના દરમિયાનની જાહેરાત કરી. 
દેશમાં 3 દિવસનું લોકડાઉન જાહેર કર્યું
આટલુ જ નહી ઑકલેંડ અને આસપાસના કોરોમંડળ ક્ષેત્રમાં સાત દિવસો માટે લૉકડાઉન રહેશે. તમને જણાવીએ કે લૉકડાઉનમાં બધા શાળા, સાર્વજનિક સ્થળ અને મોટા ભાગે વ્યવસાય બંદ રહેશે. લોકોને ઘરમાં કામ કરવાની સલાહ આપવામાં આવી છે. બહાર નિકળવાની જરૂર થતા પર ફેસ માસ્કનો ઉપયોગ કરવાની અપીલ કરાઈ છે.