નવજાત બાળકને ઓવનમાં મૂકી માતા ઊંઘી ગઈ
-બાળકને પારણામાં રાખવાને બદલે ઓવનમાં મૂકી દીધું.
-બાળકની હત્યા કરવાનો આરોપ
-મહિલાએ આ કામ ભૂલથી કર્યું હતું
અમેરિકામાં પોલીસને બાળકને શ્વાસ ન લઈ શકતું હોવાની માહિતી મળી હતી . એક માતા પર પોતાના જ બાળકની હત્યા કરવાનો આરોપ લાગ્યો છે. બાળકને પારણામાં રાખવાને બદલે ઓવનમાં મૂકી દીધું. આશ્ચર્યની વાત એ છે કે ઓવન ચાલુ હતું. જેના કારણે બાળકનું મોત નીપજ્યું હતું
આ મહિલાને એ પણ સમજાયું ન હતુ કે તે તેના બાળકને ક્યાં સુવાડી રહી છે. મહિલાએ બાળકને સુવડાવવા માટે ઓવનમાં મુકી દીધું હતું. જેને કારણે બાળક મોતને ભેટ્યું હતું.
અમેરિકાના કેંસાસ સિટીમાં રહેતી મારીયા થોમસ પર પોતાના બાળકને જોખમમાં મુકવાનો આરોપ લગાવાયો છે. મહિલાએ આ કામ ભૂલથી કર્યું હતું કે જાણીજોઈને તે બાબતની પોલીસ તપાસ કરી રહી છે.
માતા કહે છે કે તેણે ભૂલથી આ કર્યું. પરંતુ પોલીસને તેના નિવેદન પર શંકા છે. હાલ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે. પોલીસ આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે.
શુક્રવારે કેન્સાસ સિટી પોલીસને માહિતી મળી હતી કે મારિયા નામની મહિલાનું બાળક પકાવવાની નાની ભઠ્ઠીમાં બળીને મૃત્યુ પામ્યું છે. જ્યારે પોલીસે તપાસ શરૂ કરી તો મહિલાએ જણાવ્યું કે રાત્રે બાળકને ખવડાવીને તેણે તેને પારણામાં સુવડાવવાનું શરૂ કર્યું. પરંતુ ખબર નથી કે તેણે ભૂલથી બાળકને ઓવનમાં કેવી રીતે મૂક્યું.
સવારે જ્યારે તે જાગી ત્યારે તેને સમજાયું કે તેણે ભૂલથી બાળકને ઓવનમાં સૂવા માટે મૂકી દીધું હતું. તેણે ઓવન ખોલતાની સાથે જ જોયું કે બાળક તેમાં દાઝી ગયું હતું.