રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ, , મંગળવાર, 28 જૂન 2016 (15:54 IST)

ફાર્મસી તરફ ક્રેઝ વઘ્યો

રાજ્યમાં શિક્ષણની સ્થિતીને લઇને વિવાદ સર્જાયેલો છે ત્યારે બદલાતી જતી પરિસ્થિતી અનુસાર વિદ્યાર્થીઓના પંસદગીના વિષયોમાં પણ ફેરફાર થઇ રહ્યો છે. જો આગળના ૧૦ વર્ષની વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓ એન્જિનિયરીંગમાં જવાનો ક્રેઝ જોવા મળતો હતો. પરંતુ એન્જિનિયરીંગ ક્ષેત્રમાં કારર્કિદી અને નોકરીને લગતી સમસ્યાઓને વધુ ગંભીર બનતા હવે વિદ્યાર્થીઓની પંસદગી પણ બદલાઇ છે. હવે વિદ્યાર્થીઓ એન્જિનિયરીંગના સ્થાને ફાર્મસીમાં જવાનું પસંદ કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી ફાર્મસી પ્રત્યે વિદ્યાર્થીઓમાં અરૂચી જોવા મળી રહી હતી. જેના કારણે ફાર્મસી વિદ્યાશાખામાં સીટો ખાલી રહેતી હતી. પરંતુ ચાલુ વર્ષે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા ડીગ્રી ફાર્મસી અને ડિપ્લોમાં ફાર્મસીની ૪૬૦૦ બેઠકો માટે સેન્ટ્રલાઇઝ એડમિશન શરૂ કરતા વિદ્યાર્થીઓ ફાર્મસી  તરફ આકર્ષિત થઇ રહ્યાં છે. એડમિશન કમિટીના ચેરમેને આશા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ફાર્મસી વિદ્યાશાખાની તમામ સીટો ભરાઇ જશે.

 ઉલ્લેખનીય છે કે, ફાર્મસીમાં એડમિશન માટે પીન નંબર વિતરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી જેમાં પ્રથમ દિવસે જ ૪૫૦૦ પીન નંબર અને બુકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે ૧૦
હજાર બુકલેટનું વિતરણ થશે તેવી એડમિશન કમિટીએ આશા વ્યક્ત કરી હતી. રાજ્યમાં ૭૦ જેટલી
ફાર્મસી કોલેજો કાર્યરત છે. રાજ્યમાં ફાર્મસી ઉદ્યોગ ૪૦ ટકા જેટલો હિસ્સો ધરાવે છે.