અમને જોઈને તમે મોઢુ કેમ ફેરવો છો
જાતે બોલાવીને આ સિતમ કેમ ગુજારો છો
અમે તો પહેલાથી જ ઘાયલ છે તમારી અદાના
બીજા સાથે વાતો કરીને અમારા દિલ પર ખંજર કેમ ચલાવો છો
જીવનસાથી વગરની એકલતાથી ગભરાવુ છુ
પ્રેમથી નહી પ્રેમને ઠોકર ન મળે એનાથી ગભરાવુ છુ
તેમને મળવાની ઈચ્છાથી મન હિલોળે ચડ્યુ તો છે
પણ તે મળ્યા પછી જતા રહેશે એ અહેસાસથી ગભરાવુ છુ