શુક્રવાર, 27 જાન્યુઆરી 2023
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી વાર્તા
Written By
Last Modified મંગળવાર, 5 એપ્રિલ 2022 (14:02 IST)

Kids Story- ડરપોક માણસ

એક વાર એક રાજાએ પાડોશી રાજાથી યુદ્ધની જાહેરાત કરી નાખી. તે યુદ્ધ માટે તેમની સેનાને સશક્ત બનાવવા ઈચ્છતો હતો. તેથી તેણે યુવકોથી સેનામા ભરતી થવા કહ્યુ ગામ, નગર શહરથી યુવા સેનામાં ભરતી થયા. એક ગામમાં એક ડરપોક માણસ રહેતો હતો. રાજાના કહેવાથી તે પણ સેનામાં જોડાવા ગયો.
 
રસ્તામાં તે આ મૂંઝવણમાં હતો કે સેનામાં જોડાવું કે પરત ફરવું. પછી તેણે કાગડાઓનો અવાજ સાંભળ્યો. તે ડરીને અટકી ગયો અને આસપાસ જોવા લાગ્યો. તેણે જોયું કે એક ઝાડ પર ઘણા કાગડાઓ બેઠા છે.
 
તેણે ડરીને બૂમ પાડી અને કહ્યું, “હે દુષ્ટો! ચુપ રહો. તમે મને મારીને ખાવા માંગો છો. પણ હું એવું નહિ થવા દઉં." કાગડાઓ વધુ જોરથી રડવા લાગ્યા. કાગડાઓનો વધતો અવાજ સાંભળીને ડરપોક માણસ તેના પગ પર પાછો ફર્યો.