1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By નઇ દુનિયા|

પનીર કેક

N.D
સામગ્રી - અડધી વાડકી છીણેલુ પનીર, 1 વાડકી રવો, અડધી વાડકી સમારેલી ડુંગળી, અડધી વાડકી છીણેલુ ગાજર, અડધી ચમચી ઝીણા સમારેલા ધાણા, 2 ચમચી દહી, ચપટી સોડા, મીઠુ અંદાજથી, થોડુ દૂધ, 1 ચમચી પનીર છીણેલુ સજાવવા માટે, 2 ચમચી ઘી.

બનાવવાની રીત - પનીર, રવો, સમારેલી ડુંગળી, મીઠુ, દહી, સોડા આ બધુ મિક્સ કરી લો. દૂધથી થોડુ પાતળુ કરો. નોન સ્ટિક પેનમાં ઘી લગાવેને પનીર મિશ્રણ નાખો. ઉપરથી ગાજર, લીલા ધાણા, અને છીણેલુ પનીરથી સજાવો. ગેસ પર ધીમા તાપ પર થવા દો. ઉપરથી ઢાંકી દો. ગુલાબી થાય કે તાપ પરથી ઉતારી લો અમે ચપ્પુથી કાપીને સર્વ કરો.