રવિવાર, 24 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By

દિવાળીમાં બનાવો મસ્ત ચકલી

ચકલી ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને મધ્યપ્રદેશનો પારંપરિક વ્યંજન છે. તેને ચોખાના લોટથી તૈયાર કરાય છે. ચાની સાથે તેનો સ્વાદ ખૂબ સારું લાગે છે. 
સામગ્રી 
ચોખાનો લોટ 250 ગ્રામ 
મેદા 100 ગ્રામ 
હળદર 1/2 નાની ચમચી 
લાલ મરચાં 1/2 નાની ચમચી 
મીઠું એ નાની ચમચી 
બટર માખણ 2 મોટી ચમચી 
હીંગ 1/2 નાની ચમચી 
દહીં 100 ગ્રામ 
પાણી 100 મિલી 
તળવા માટે તેલ 
ચકલી મશીન 
બટર પેપર 
વિધિ- 
- એક વાસણમાં ચોખાનો લોટ , મેદા, હળદર, લાલ મરચાં, જીરું, મીઠું, માખણ, હીંગ, દહીં નાખી સારી રીતે મિક્સ કરી લો. 
- પછી તેમાં થોડું -થોડું પાણી નાખતા કઠણ લોટ બાંધી લો. 
- કડાહીમાં તેલ નાખી ગરમ થવા માટે મૂકો. 
- લોટ પર થોડું તેલ લગાવી લો. સાથે ચકલી મેકરમાં પણ તેલ લગાવી લો. 
- એક થાળી પર બટર પેપર ફેલાવી લો કે પછી થાળીને ચિકનો કરી લો. 
- હવે લોટના એક લૂંઆ તોડી મશીનમાં નાખો અને દબાવતા ચકલીનો આકાર આપતાં બટર પેપર પર ચકલી તોડીલો. 
- આ રીતે પૂરા લોટની પણ ચકલી બનાવી લો.
- ચકલીને તેલમાં નાખી સોનેરી થતા સુંધી ફ્રાઈ કરો. 
- ચકલીને  કિચન પેપર પર કાઢી લો. 
- તૈયાર ચકલીને ગરમગરમ ખાઈ શકો છો. તમે તેને સ્ટોર પણ કરી શકો છો.