ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : મંગળવાર, 10 ઑક્ટોબર 2023 (15:40 IST)

Dinner Recipe: આજે ડિનરમાં આ રીતે બનાવો ટામેટા-બટાકાનુ શાક, એકવાર ખાશે તો રોજ રોજ માંગશે

Tometo potato Sabji
Tometo potato Sabji
બટાકા ટામેટાના શાકની રેસીપી (Aloo Tamatar Sabji Recipe) - બટાકા ટામેટાનુ શાક એક લોકપ્રિય વ્યંજન છે. જેમા મોટાભાગના લોકો ખૂબ જ પ્રેમથી ખાય છે. ટામેટા અને બટાકા સાથે મસાલાનુ આ કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. બટાકા ટામેટાની મજા રોટલી, પરાઠા અને પુરી સાથે લઈ શકાય છે. તેને ભાત સાથે ખાવાથી પણ ખૂબ સ્વાદ આવે છે. આ શાકમાં જો લીંબુ મિક્સ કરવામાં આવે તો સ્વાદ બમણો થઈ જાય છે.  બટાકા ટામેટાનુ શાક ડિનરનો પણ સ્વાદ વધારવા માટે એક સારુ ઓપ્શન છે. તેને બનાવવામાં ખૂબ ઓછો સમય લાગે છે અને આ બધી વયના લોકોને ખૂબ પસંદ પડે છે.  આજે અમે તમને બતાવીશુ બટાકા ટામેટાનુ શાક બનાવવા માટે કંઈ કંઈ વસ્તુઓની જરૂર પડે છે. તેને બનાવવાની સરળ રેસીપી શુ છે. 
 
ટામેટા-બટાકાના શાક માટે જરૂરી સામગ્રી - ટામેટા-બટાકાનુ સ્વાદિષ્ટ શાક બનાવવા માટે તમારે સૌ પહેલા 7-8 મીડિયમ સાઈઝના બટાકા, 3-4 ટામેટા, 3-4 લીલા મરચા, અડધો ચમચી જીરુ, એક ચોથાઈ ચમચી રાઈ, 1 ચમચી ઝીણુ સમારેલુ આદુ, 1/4 ચમચી હળદર, 1 ચપટી હીંગ, 1 ચમચી ધાણા પાવડર, ચોથો ભાગ ગરમ મસાલો,  1/4 ચમચી લાલ મરચું પાવડર, 2 ચમચી ઝીણી સમારેલી કોથમીર, 5-6 ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું લો. આ બધી વસ્તુઓ શાકભાજી માટે જરૂરી છે. જો તમે શાકભાજીમાં ક્રીમ ઉમેરવા માંગતા હોય તો તમે થોડી ક્રીમ પણ લઈ શકો છો. આ શાકભાજીમાં જબરદસ્ત સ્વાદ ઉમેરશે. 
 
બટેટા-ટામેટાનુ શાક બનાવવાની રીત - બટેટા અને ટામેટાનુ શાક બનાવવા માટે સૌપ્રથમ બટેટા અને ટામેટાંને સારી રીતે ધોઈ લો. આ પછી, તેમને છોલીને જુદા વાસણોમાં રાખો અને તેના નાના ટુકડા કરો. હવે લીલા મરચાં, આદુ અને કોથમીરને બારીક સમારી લો. બધા મસાલા પણ ભેગા કરીને રાખો.
 
- હવે કુકરમાં તેલ નાખી ધીમા તાપ પર ગરમ કરો. તેલ ગરમ થાય પછી તેમાં રાઈ અને જીરું નાખીને સાંતળો. થોડીક સેકન્ડ પછી જ્યારે રાઈ ચટકવા માંડે ત્યારે  તેમાં હળદર અને ધાણા પાવડર ઉમેરો. ચમચા વડે મિક્સ કર્યા પછી તેમાં એક ચપટી હિંગ ઉમેરો. આ શાકભાજીમાં સુગંધ ઉમેરશે.
 
–હવે કુકરમાં ઝીણા સમારેલા બટાટા નાખી થોડીવાર પકાવો અને પછી કુકરમાં ટામેટાં ઉમેરો. હવે આ વસ્તુઓને નરમ થાય ત્યાં સુધી પકાવો. ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી, લાલ મરચું અને સ્વાદ મુજબ મીઠું નાખી કુકરનું ઢાંકણું બંધ કરી દો.
 
- હવે કૂકરની 3-4 સીટી આવતા સુધી શાક થવા દો. આ પછી, ગેસ બંધ કરો અને કૂકરને ઠંડુ થવા દો. કૂકર ઠંડુ થાય પછી ઢાંકણ ખોલો અને તેમાં થોડો ગરમ મસાલો અને લીલા ધાણા નાખીને મિક્સ કરો. જો તમારી પાસે  ક્રીમ હોય ક્રીમ મિક્સ કરો. હવે તમારુ ટેસ્ટી ટામેટા બટાકાનુ શાક તૈયાર છે.