ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : મંગળવાર, 3 એપ્રિલ 2018 (16:55 IST)

ગુજરાતી રેસીપી- મકાઈના ભજીયા

એક વાટકી મકાઈના દાણા  
બે ત્રણ બટાકા બાફેલા 
1 સમારેલી ડુંગળી 
બે લીલા મરચા સમારેલા 
એક નાની ચમચી લસણ સમારેલું 
એક નાની ચમચી આદું વાટેલું 
ચાર ચમચી કાર્ન ફ્લોર 
એક નાની ચમચી ચાટ મસાલા 
એક નાની ચમચી અજમા 
મીઠું સ્વાદપ્રમાણે 
કોથમીર 
તેલ જરૂર પ્રમાણે 
વિધિ- સૌથી પહેલા મકાઈના દાણાને સાફ કરી દરદરો વાટીલો 
- હવે એક વાટકીમાં બાફેલા બટાકા મેશ કરી લો. 
- બટાકામાં સમારેલી ડુંગળી, લીલા મરચા, લસણ, આદું, ચાટ મસાલા,  અજમા, મીઠું, કોથમીર અને કાર્ન ફ્લોર મિક્સ કરો. 
- મધ્યમ તાપ પર એક કડાહીમાં તેલ ગરમ કરવા મૂકો. 
- તેલ ગરમ થતા જ મિશ્રણના નાના ભજીયા બનાવી નાખો. 
- ભજીયાને ચારે બાજુથી સોનેરી થતા સુધી ફ્રાઈ કરો અને તાપ બંદ કરી નાખો. 
- તૈયાર છે મક્કાના ભજીયા. ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.