ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By

દાલ રાયસીના રેસીપી - આજે નરેન્દ્ર મોદીના મહેમાનોને પીરસાનારી દાળ રાયસીના તમે પણ બનાવો

દાલ રાયસીના અડદની દાળ જેવી જ હોય છે. પણ તેને બનાવવામાં ઘણો સમય લાગે છે. આ દાળ રાષ્ટ્રાપ્તિ ભવનની ખાસ ડિશમાં સામેલ છે.  
 
જરૂરી સામગ્રી -  1/2 કપ અડદની દાળ(બાફેલી) 
1/2 નાની ચમચી જીરુ 
1 ડુંગળી (ઝીણી સમારેલી)
1 મોટી ચમચી આદુ (છીણેલુ)
1 મોટી ચમચી લસણ (ઝીણુ સમારેલુ) 
2-3 લીલા મરચા (ઝીણા સમારેલા)
1 ટામેટુ (ઝીણુ સમારેલુ) 
1 નાની વાડકી ટોમેટો પ્યુરી 
1 ન આની ચમચી જીરા પાવડર 
1 નાની ચમચી ધાણાજીરુ 
1 નાની ચમચી ગરમ મસાલો 
1 નાની ચમચી હળદર 
1 નાની ચામ્ચી કસૂરી મેથી 
1 મોટી ચમચી ક્રીમ 
1 મોટી ચમચી લીલા ધાણા 
2 નાની ચમચી તેલ 
1 મોટી ચમચી માખણ 
મીઠુ સ્વાદમુજબ 
પાણી જરૂરિયાત મુજબ 
બનાવવાની રીત -  
- મીડિયમ તાપ પર એક પેનમાં એક ચમચી તેલ અને એક ચમચી માખણ ગરમ કરવા માટે મુકો 
- તેલ અને માખણના ગરમ થતા જ જીરુ નાખીને સેકો 
- જીરાના ચટકતા જ ડુંગળી, લસણ અને થોડો આદુ નાખી દો
- ડુંગળી સાધારણ સેકાતા જ કાચા ટામેટા અને ચપટી મીઠુ નાખીને સેકો અને પછી થોડુ પાણી પણ મિક્સ કરી દો. જેથી આ નીચેથી તે બળે નહી 
- જેવી જ પેસ્ટ તેલ છોડવા માંડે ટોમેટો પ્યુરી, હળદર, ધાણા જીરુ, જીરા પાવડર, ગરમ મસાલો અને લીલા મરચા નાખીને ચમચીથી ચલાવતા લગભગ 5 મિનિટ સુધી સેકો 
- નક્કી સમય પછી બાફેલી દાળ મિક્સ કરો અને સારી રીતે ચલાવો. હવે પાણી નાખીને લગભગ 10 મિનિટ સુધી ઢાંકીને પકવો 
- 10 મિનિટ પછી કસૂરી મેથી, લીલા ધાણા અને બાકી બચેલો આદુ અને ક્રીમ નાખીને એકવાર ફરી ચલાવી લો. 
- બધી વસ્તુઓ મિક્સ કરી તેને 2 મિનિટ સુધી વધુ પકવો અને તાપ બંધ કરી દો. 
- તૈયાર છે દાલ રાયસીના