રવિવાર, 10 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : શુક્રવાર, 15 જુલાઈ 2022 (12:46 IST)

Instant Suji Pizza Recipe : ઈંસ્ટેંટ સોજી પિજ્જા બનાવવાની રેસીપી

pizza dosa
સોજી પિજ્જા બાળકોની સાથે-સાથે તમને પણ પસંદ આવશે. તમે આ પિજ્જાને બેક કરવાની પણ જરૂર નથી. કારણકે તમે તેને નોન-સ્ટીક તવા સરળતાથી બનાવી શકો છો. 
 
સોજી પિજ્જાને બ્રેડની મદદથી ઘરે સરળતાથી બનાવી શકો છો. આ હેલ્દી રેસીપીને બનાવવા માટે તમને માત્ર બ્રાઉન બ્રેડ સ્લાઈસ સોજી, દહીં, મલાઈ, ડુંગળી, ટમેટા, શિમલા મરચા, કાળી જેતૂન, મીઠુ અને કાળી મરી પાઉડર જોઈએ. પિજ્જાને સ્વાદ વધારવા પનીર નાખી શકો છો. આ પિજ્જા રેસીપી બનાવવામાં આટલી સરળ છે કે તમે તેને માત્ર 20 મિનિટમાં બનાવી શકો છો. સોજી પિજ્જાને અજમા, ચિલી ફ્લેક્સથી ગાર્નિશ કરવુ અને તેને ટોમેટો કેચઅપની સાથે પીરસો 
 
સોજી પિજ્જા બનાવવા સામગ્રી 
 
4 સ્લાઈસ બ્રાઉન બ્રેડ 
1/2 ડુંગળે 
1/2 શિમલા મરચા 
જરૂર પ્રમાણે મીઠુ 
4 મોટી ચમચી દહી 
1 કપ સોજી 
1/2 ટમેટા 
10 કાળા ઑલિવ 
1/2 નાની ચમચી કાળી મરી 
1 મોટી ચમચી તેલ 
 
સોજી પિજ્જા બનાવાની રીત  
એક બાઉલમાં સોજી દહીં, ફ્રેશ ક્રીમ નાખવુ. મીઠુ, કાળી મરી નાખો અને એક સારુ મિશ્રણ તૈયાર કરો. હવે સમારેલી ડુંગળી શિમલા મરચા નાખો અને સારી રીતે મિક્સ કરો. બ્રાઉન બ્રેડની સ્લાઈસને એક પ્લેટમાં રાખો અને મિશ્રણને દરેક પર સમાન રૂપથી વહેચવું. આખો રોટલીને ઢાંકવા માટે મિશ્રણને સારી રીતે ફેલાવી દો. હવે દરેક સ્લાઈસ પર 1-2 ટીસ્પૂન મોઝરેલા ચીઝ નાખો. તેના ઉપર જેતૂનના ટુકડા નાખો અને હળવા હાથથી દબાવી દો. હવે એક નોન સ્ટીક તવા પર તેલ નાખી. તવા પર બેટર ફેલાવો. હવે તેના પર બ્રેડ સ્લાઈસ રાખવી. તેને ગોલ્ડન બ્રાઉન થતા સુધી રાંધવુ. હવે બીજી બાજુ કરી બે મિનિટ ચડવા દો. બધા સ્લાઈસ થયા પછી તેને ટોમેટો સૉસ સાથે પીરસો.