સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : બુધવાર, 5 સપ્ટેમ્બર 2018 (10:36 IST)

મેથીના ગોટા

સામગ્રી- ૫૦૦ ગ્રામ મેથીની ભાજી, ૨૫૦ ગ્રામ ચણાનો લોટ, આદુ , ૫૦ ગ્રામ ઘઉંનો દરદરો લોટ, સ્વાદપ્રમાણે મીઠું, 5-7 લીલા મરચા મરચું,1/2ચમચી  હળદર,1/2ચમચી ધાણાં, અડધી વાટકી દહીં, તેલ તળવા માટે.
 
રીત  -  મેથીની ભાજીને સાફ કરી સમારી પાણીથી ત્રણ-ચાર વખત ધોઈને બધું પાણી કાઢી લો. ચણાના લોટમાં ઘઉંનો કરકરો લોટ નાંખી એક ચમચો તેલ નાંખો. મેથીની ભાજી, આદુ મરચાં વાટીને નાંખો, ધાણાં, મીઠું, મરચું, હળદર, દહીં નાંખી ખીરૂ તૈયાર કરો. એક કડાહીમાં તેલ ગરમ કરો . એક ચમચી ગરમ તેલ ખીરામાં નાંખી હલાવી ગોળ ગોટા તળો. ગરમ ગરમ ગોટા લીલી ચટણી સાથે સર્વ કરો. ઘણાં જ સ્વાદિષ્ટ લાગે છે.