Panchamrit Prasad Recipe- જન્માષ્ટમી પર આ રીતે બનાવો પંચામૃત
Panchamrit Prasad Recipe: ઘર પર કોઈ પૂજા હોય કે પછી મંદિરમાં મળતુ પ્રસાદની વાત હોય પંચામૃત ધાર્મિક અને આરોગ્યની દ્ર્ષ્ટિથી ખૂબ ફાયદાકારી ગણાય છે. હિંદુ ધર્મના મુજબ પંચામૃત કોઈ પણ પ્રકારની પૂજા માટે શુભ ગણાય છે. આ પવિત્ર જળના મિશ્રણનો ઉપયોગ દેવતાઓની મૂર્તિઓને સ્નાન કરાવવા માટે પણ કરાય છે. આટલુ જ નહી આ બધા આરાધ્ય દેવોના ભોગના રૂપમાં ચઢાવાય છે. કૃષ્ણ જન્માષ્ટમી પર શ્રી કૃષ્ણના જન્મ પછી તેમના અભિષેક પણ આ પંચામૃતથી જ હોય છે. તો આવો આ કૃષ્ણ જન્માષ્ટમી જાણીએ કેવી રીતે બનાવીએ છે આરોગ્ય અને શ્રદ્ધાથી ભરપૂર પંચામૃત અને શું છે તેનો મહત્વ અને આરોગ્ય માટે ફાયદા
પંચામૃત બનાવવા માટે સામગ્રી
- ગાયનો દૂધ- 1 ગિલાસ
- ગાયનો દહીં - 1 ગિલાસ
- ગાયનો ઘી- 1 ચમચી
- મધ- 3 ચમચી
- શાકર કે ખાંડ- સ્વાદ પ્રમાણે
- સમારેલા તુલસીના પાન
- સમારેલા મખાણા અને ડ્રાઈ ફ્રૂટસ
પંચામૃત બનાવવાની વિધિ-
પંચામૃત બનાવવા માટે સૌથી પહેલા દહીં, દૂધ, મધ, ઘી અને ખાંડને એક વાસણમાં નાખી સારી રીતે મિક્સ કરી લો. તમે ઈચ્છો તો તેને મિક્સરમાં પણ એક વાર ઘુમાવી શકો છો.