ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 14 ફેબ્રુઆરી 2023 (12:16 IST)

ફક્ત મહિલાઓ માટેની સફળતા પછી નિર્માતા આનંદ પંડિત અને વૈશલ શાહે ત્રણ એક્કાની જાહેરાત કરી

tran ekka
ફેમિલી એન્ટરટેઈનર 'ફક્ત મહિલાઓ માટે' ની જોરદાર સફળતા બાદ નિર્માતા આનંદ પંડિત અને વૈશલ શાહે  તેમના આગામી ગુજરાતી પ્રોજેક્ટ 'ત્રણ એક્કા'ની જાહેરાત કરી છે જેનું મુહૂર્ત આજે 13 ફેબ્રુઆરીએ યોજવામાં આવ્યું હતું. આ વાર્તા ત્રણ મિત્રોની કસોટીઓ અને મુશ્કેલીઓની વાત કરે છે જેઓ આર્થિક સંકટમાં ફસાયેલા છે અને મધ્યમવર્ગના ઘરને ગુપ્ત જુગારના અડ્ડામાં ફેરવવાની તેઓની અણસમજુ યોજના જે ઘણી બધી દુર્ઘટનાઓમાં પરિણામે છે જેનાથી હાસ્ય સર્જાય છે. 'ત્રણ એક્કા'નું દિગ્દર્શન રાજેશ શર્મા દ્વારા કરવામાં આવ્યું છે અને સ્ટાર કાસ્ટમાં યશ સોની, મલ્હાર ઠાકર, મિત્ર ગઢવી, હિતુ કનોડિયા, કિંજલ રાજપ્રિયા, તર્જની ભાડલા, ચેતન દૈયા અને પ્રેમ ગઢવીનો સમાવેશ થાય છે.
 
'ત્રણ એક્કા'નું દિગ્દર્શન રાજેશ શર્મા દ્વારા કરવામાં આવ્યું છે અને સ્ટાર કાસ્ટમાં યશ સોની, મલ્હાર ઠાકર, મિત્ર ગઢવી, હિતુ કનોડિયા, કિંજલ રાજપ્રિયા, તર્જની ભાડલા, ચેતન દૈયા અને પ્રેમ ગઢવીનો સમાવેશ થાય છે.આનંદ પંડિત કહે છે, "'ડેઝ ઓફ તફરી' અને 'ફક્ત મહિલાઓ માટે' પછી નિર્માતા વૈશલ શાહ સાથે આ મારી ત્રીજી ગુજરાતી ફિલ્મ છે. મનોરંજન સાથે અને એક સૂક્ષ્મ સામાજિક સંદેશ સાથે સિનેમા બનાવવાની બાબતમાં અમે એક જ પેજ પર છીએ. લોકપ્રિય ફિલ્મ  'છેલ્લો દિવસ' ની જાણીતી સ્ટારકાસ્ટ યશ સોની, મલ્હાર ઠાકર અને મિત્રા ગઢવીના કોમ્બિનેશન માટે ખૂબ જ ઉત્સાહિત છું. 
 
તે તેઓની પ્રથમ ફિલ્મ હતી અને તેઓને સ્ટારડમ તરફ લઇ ગયું અને આ ફિલ્મ તેમને તદ્દન જુદા જ અવતારમાં રજૂ કરશે. આ ત્રણેય અભિનેતાઓએ બ્લોકબસ્ટર ફિલ્મ ‘શુ થયુ’માં પણ સાથે કામ કર્યુ છે." નિર્માતા વૈશલ શાહ કહે છે, “આનંદ ભાઈ અને હું સારા પારિવારિક સિનેમા બનાવવા માટેનો સમાન જુસ્સો ધરાવીએ છીએ. અમે જોઈ રહ્યા છીએ કે આવનારા વર્ષોમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો વિકાસ થવાની અપાર સંભાવના છે, અને અમે આ પ્રક્રિયાનો ભાગ બનવા માંગીએ છીએ. મજેદાર વાત એ છે કે મલ્હાર, યશ અને મિત્ર સાથે છેલ્લો દિવસ, શુ થયુ પછી આ ‘ત્રણ એક્કા’ અમારી  ત્રીજી ફિલ્મ છે.  આ એક અનોખી મજાની એન્ટરટેઈનર રાઈડ છે.”
 
દિગ્દર્શક રાજેશ શર્મા કહે છે, "જ્યારે અમે પહેલીવાર વાર્તા સાંભળી ત્યારે તરત જ અમે તેના તરફ દોરી ગયા હતા. આ ફિલ્મનો પ્લોટ ત્રણ મિત્રોની વાર્તા સાથે જીવનમાં શોર્ટ-કટ લેવાની અર્થહીનતાનો સંદેશ પણ આપે છે.  'ત્રણ એક્કા' દર્શકોના વિશાળ વર્ગને આકર્ષિત કરવાની ક્ષમતા ધરાવે છે અને મને આશા છે કે તેને ગુજરાત અને સમગ્ર ભારતમાં સમાન રીતે પસંદ કરવામાં આવશે."