ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: અમદાવાદ: , મંગળવાર, 13 ઑગસ્ટ 2019 (16:45 IST)

ગુજરાતી ફિલ્મ ''હંગામા હાઉસ''નું ટ્રેલર લોન્ચ કરાયું, જોવા મળશે ફુલ્લી કોમેડી

રેડ વેલ્વેટ સિનેમા અને યુવરાજ એન્ટરપ્રાઇઝ દ્વારા નિર્મિત ગુજરાતી ફિલ્મ હંગામા હાઉસનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં જુદા જુદા ખુબજ સરસ કોમેડી સિક્વન્સ જોવા મળ્યા જે દર્શાવે છે કે આ ફિલ્મ ચોક્કસ પોતાના ફેમિલી સાથે જોઈ શકાય એવી ફેમિલી એન્ટરટેઈનર હશે.
 
આ ફિલ્મનું હાલ માજ એક ખુબજ રોમેન્ટિક ગીત મીઠી મીઠી વાત છે રજુ કરવામાં આવ્યું હતું. જે બૉલીવુડ પ્લેબેક સિંગર પલક મુચ્છલ અને ફરહાદ ભીવંડીવાલા દ્વારા ગવાયું છે અને લોકો ને ખુબ જ પસંદ પડ્યું છે જે ખુબજ મહત્ત્વની બાબત છે.
 
આ ફિલ્મમાં જીત કુમાર, હેમંત ઝા, કવલ ટફ, હરિકૃષ્ણા દવે, ચેતન દૈયા, હરીશ દગિયા, ચીની રાવલ, જાસ્મીન શાહ, જીગ્નેશ મોદી જેવા કલાકારો જોવા મળશે. આ ફિલ્મ હનીફ છીપા દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે અને ફિલ્મના નિર્માતા સાવ્યા ભાટી છે.