1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 23 ઑક્ટોબર 2018 (10:18 IST)

'બાહુબલી-2'ની દેવસેના અનુષ્કા શેટ્ટી રિયલ લાઈફમાં પણ પ્રભાસની ગર્લફ્રેંડ હતી

ફિલ્મ 'બાહુબલી-2' જ્યારથી રજુ થઈ છે ત્યારથી દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે.  ફિલ્મના લીડ હીરો પ્રભાસ અને હીરોઈન અનુષ્કા શેટ્ટીનો સ્ટારડમ પણ વધી ગયો છે.  ફિલ્મના પ્રથમ પાર્ટથી જ પ્રભાસના પુષ્કળ વખાણ થઈ રહ્યા છે. પણ આજે અમે તમને અનુષ્કા શેટ્ટી મતલબ દેવસેના વિશે બતાવીશુ... 


'બાહુબલી-2'માં અનુષ્કા શેટ્ટીનુ પાત્ર ખૂબ જ દમદાર છે. પ્રભાસ પછી એક એ જ છે જેને ભૂલી શકાતી નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે અનુષ્કાનુ ફેમિલી બ્રેકગ્રાઉંડમાંથી કોઈપણ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં નહોતુ. અનુષ્કા શેટ્ટી મંગલુરૂમાં એક યોગા ઈંસ્ટ્રક્ટરનુ કામ કરતી હતી. 
 
 

તેની સુંદરતા જોઈને એક ડાયરેક્ટરે તેને ફિલ્મની ઓફર કરી દીધી. અનુષ્કાએ વર્ષ 2005માં પોતાની પ્રથમ ફિલ્મ સુપરમાં કામ કર્યુ. ત્યારબાદ તો તેણે અનેક તેલુગુ ફિલ્મો કરી. અનુષ્કાની ફિલ્મ સાઈઝ ઝીરો તેની યાદગાર ફિલ્મોમાંથી એક માનવામાં આવે છે.  આ ફિલ્મ માટે તેણે પોતાનુ વજન 20 કિલો વધારી લીધુ હતુ. 
 

અનુષ્કાએ ખૂબ જલ્દી સફળતાની સીઢીઓ ચઢવી શરૂ કરી દીધી હતી. અનુષ્કા ઈંટેક્સ એક્વા સ્માર્ટફોનની બ્રાંડ એમ્બેસેડર પણ રહી ચુકી છે.  વર્ષ 2010માં અનુષ્કાએ તમિલ ફિલ્મ સિંઘમ કરી લોકોને પોતાના દિવાના બનાવી દીધા.  વર્ષ 2013માં આવેલી સિંઘમ-2માં પણ અનુષ્કાએ દમદાર એક્ટિંગ કરી. 
 
 

વર્ષ 2009માં આવેલી ફિલ્મ 'બિલ્લા' માં અનુષ્કા શેટ્ટી અને પ્રભાસે કામ કર્યુ હતુ. પ્રભાસ અનુષ્કાને જોતા જ તેમના દિવાના થઈ ગયા હતા. શૂટિંગ દરમિયાન બંને વચ્ચે નિકટતા વધી અને અફેયરની ચર્ચા થવા માંડી.  એ સમયે પ્રભાસ એક સક્સેસફુલ હીરો બની ચુક્યા હતા.  બીજી બાજુ અનુષ્કાએ હજુ ફિલ્મો કરવાની શરૂઆત કરી હતી. 
 

પ્રભાસ અને અનુષ્કા દરેક ઈંટરવ્યુ અને પબ્લિક ઈવેંટમાં સાથે જોવા મળવા લાગ્યા.  અહી સુધી સમાચાર પણ આવવા લાગ્યા કે બંને જલ્દી લગ્ન કરી લેશે. અનુષ્કા પણ પ્રભાસને ખૂબ જ પ્રેમ કરતી હતી. તેણે પ્રભાસને ત્રણ વર્ષ સુધી લગ્ન ન કરવા દીધા. પણ થોડા સમય પછી બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયુ. 
 
 

હવે જ્યારે બાહુબલીમં બંનેને ફરી સાથે કામ કરવાની તક મળી તો નિકટતા વધવા માંડી. પ્રભાસના લગ્ન વિશે અનેક સમાચારો સાંભળવા મ્ળ્યા છે. પણ હજુ સુધી પ્રભાસે આ વિશે કશુ કહ્યુ નથી.  જો આ રીલ જોડી રિયલ લાઈફમાં પણ એક થઈ જાય છે તો તેમના ફેંસ ખુબ ખુશ થશે.