ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગુરૂપૂર્ણિમા
Written By
Last Updated : સોમવાર, 15 જુલાઈ 2019 (11:52 IST)

ગુરૂ પુર્ણિમા 2019 - શુ છે તેનુ મહત્વ, આ દિવસ ગોવર્ધન પર્વતની પરિક્રમા કેમ લગાવે છે ?

ગુરૂ પુર્ણિમા અષાઢ શુક્લની પુર્ણિમાને કહેવામાં આવે છે. આ દિવસે જ્ઞાન આપનારા ગુરૂની પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ દિવસનુ ખૂબ મહત્વ છે.  આ મહિને ગુરૂ પુર્ણિમા 27 જુલાઈ 2018 મતલબ શુક્રવારે પડી રહી છે.  
 
હિન્દુ ધર્મમાં દર મહિને આવનારી પુર્ણિમાનુ એક જુદુ મહત્વ છે. પણ ગુરૂ પુર્ણિમાને ખૂબ મહત્વપુર્ણ માનવામાં આવે છે. અજ્ઞાની અને અંધકારમાં ભટકતા શિષ્યોને યોગ્ય માર્ગ પર લાવનારા વ્યક્તિને જ ગુરૂનુ પદ આપવામાં આવે છે. 
 
બાળકને જન્મ ભલે માતા પિતા આપતા હોય પણ જીવનનો અર્થ અને સાર સમજાવવાનુ કાર્ય ગુરૂ જ કરે છે. તેને જીવનની કઠિન રાહ પર મજબૂતીથી ઉભા રહેવાની હિમંત એક ગુરૂ જ આપે છે.  હિન્દુ પરંપરામાં ગુરૂને ગોવિંદથી પણ ઉચ્ચ માનવામાં આવ્યા છે. તેથી આ દિવસ ગુરૂની પૂજાનો વિશેષ દિવસ છે. 
 
પુર્ણિમાને ગોવર્ધન પર્વતની પરિક્રમા 
 
ગુરૂ પુર્ણિમાના તહેવારના દિવસે લાખો શ્રદ્ધાળુઓ વજ્રમા સ્થિત ગોવર્ધન પર્વતની પરિક્રમા કરે છે.  એવુ કહેવાય છે કે આ દિવસે બંગાળી સાધુ માથુ મુંડાવીને ગોવર્ઘન પર્વતની પરિક્રમા કરે છે. વજ્રમાં તેને મુડિયા પૂનો નામથી ઓળખવામાં આવે છે. 
 
સનતની પરંપરા મુજબ આ દિવસે ચાર મહિના સુધી સાધુ સંત એક જ સ્થાન પર રહીને જ્ઞાનની ગંગા વહાવે છે. તેથી આ ચાર મહિના અભ્યાસ માટે યોગ્ય માનવામાં આવે છે.