મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. હનુમાન જયંતિ
Written By

આ ઉપાય કરવાથી સપનામાં દર્શન આપશે હનુમાનજી

તંત્ર જ્યોતિષ મુજબ ઘણા ચમત્કારિક ઉપાય છે, જેના માધ્યમથી તમે સપનામાં ભગવાનની કૃપા મેળવી શકો છો. આવો જ એક ઉપાય એ પણ છે જેમાં હનુમાનજી સપનામાં આવીને સાધકને મનોકામના પૂર્તિના આશીર્વાદ આપે છે. આ અનુષ્ઠાન 81 દિવસનો  છે. આ ઉપાય હનુમાન જયંતિના દિવસથી કે પછી મંગળવારથી શરૂ કરશો તો ખાસ ફળ મળે છે. આ ઉપાય કરવા માટે આગળ વાંચો..... 








આગળ વાંચો..... 

સાવધાની  - 
આ ઉપાય કરતી વખતે  બ્રહ્મચર્યનું  પાલન કરવુ  જરૂરી છે. સાથે  જ ક્ષૌર કર્મ જેમ કે - નખ કાપવા, વાળ કે દાઢી કાપવાની મનાઈ છે.  દારૂ અને માંસનુ  સેવન પણ આ ઉપાય કરતી વખતે  કરી શકતા નથી. 

હનુમાન જયંતીના દિવસે કે મંગળવારે  સવારે સ્નાન વગેરે કર્યા પછી એક લસોટી (લોટો)  જળ લઈને હનુમાનજીના મંદિરમાં જાઈને આ  જળથી હનુમાનજીની મૂર્તિને સ્નાન કરાવો. 
પહેલા દિવસે એક આખો અડદનો દાણો  હનુમાનજીના માથા પર મુકીને 11 પરિક્રમા કરો. 

પરિક્રમા કર્યા પછી તમારી ઈચ્છા હનુમાનજીની સામે કહો અને એ અડદનો દાણો લઈને પરત આવો અને એને  એક જુદા ડબ્બામાં  મુકી દો. 

બીજા દિવસે બે અડદના દાણા .. આમ રોજ એક-એક અડદનો દાણો વધારતા જાવ. અને આ જ રીતે હનુમાનજીની પરિક્રમા કરતા રહો. આવું 41 દિવસ સુધી કરો. 
42મા દિવસથી એક-એક દાણો ઓછો કરતા રહો. જેમ કે 42 દિવસે 40 , 43મા દિવસે 39 અને 81મા દિવસે 1 દાણો. 
81 દિવસનો આ ઉપાય પૂરો થતા હનુમાનજી સપનામાં દર્શન આપે છે અને સાધકની મનોકામના પૂરી થવાના આશીર્વાદ પણ આપે છે. 
આ અનુષ્ઠાનના સમયે જેટલા પણ અડદના  દાણા તમને હનુમાનજી ઉપર ચઢાવ્યા હોય એને નદીમાં પ્રવાહિત કરી દો.