મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated :ભુજ, , મંગળવાર, 27 ફેબ્રુઆરી 2024 (05:24 IST)

મુંદ્રા પોર્ટ પર કસ્ટમના બે અધિકારીઓ એક લાખની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા

mundra port
mundra port
અમદાવાદના રખીયાલ પોલીસ સ્ટેશનના આસીસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલે લાંચ માંગી હોવાનો ગુનો નોંધાયો છે. અમદાવાદ ACBએ આ અંગે છટકું ગોઠવતા પોલીસ સ્ટેશનમાં ACBની ટીમ પંચો સાથે પહોંચી હતી. જોકે ASI ઝડપાઇ ગયો હતો, જ્યારે પોલીસ કોન્સ્ટેબલ ACBની ટીમ હોવાનું જાણવા મળતા જ રફુચક્કર થઈ ગયો હતો. ત્યારે હવે કચ્છના મુંદ્રા પોર્ટ ખાતેથી સુપ્રિટેન્ડટ ઓફ કસ્ટમ વર્ગ-2ના બે અધિકારીઓ સહિત એક સ્થાનિકને એસીબીએ એક લાખની લાંચના કેસમાં પકડી પાડ્યા હતાં. 
 
કન્ટેનર પાસ કરાવવા એક લાખની લાંચ માંગી
પ્રાપ્ત વિગતો પ્રમાણે ફરીયાદીએ વિદેશથી  હેન્ડ બેગોનો આયાત ઓર્ડર આપેલો હતો. જે હેન્ડ બેગોનું કન્ટેનર મુંન્દ્રા પોર્ટ પર આવ્યું હતું. સુપ્રિટેન્ડટ ઓફ કસ્ટમ વર્ગ-૦2 શૈલેષભાઇ મનસુખભાઇ ગંગદેવ અને આલોકકુમાર શ્રીલક્ષ્મીકાંત દુબે સહિત સ્થાનિક રમેશભાઇ ગોપાલભાઇ ગઢવીએ ફરીયાદીના કન્ટેનર બાબતે વધુ કવેરી નહી કાઢી તેમનું કન્ટેનર પોર્ટ ખાતેથી પાસ કરાવવાની ની કાર્યવાહી કરાવવાના ફરીયાદી સાથે રૂબરૂમાં વાતચીત કરી એક લાખ રૂપિયાની ગેરકાયદેસર લાંચની માંગી હતી અને જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા નહીં હોવાથી ફરીયાદીએ કચ્છ(પશ્વિમ) એ.સી.બી. ભુજનો સંપર્ક કરી ફરીયાદ કરી હતી. 
 
ACBએ છટકું ગોઠવીને લાંચ લેતા પકડી પાડ્યા
આ ફરિયાદને લઈને આજે લાંચનું છટકું ગોઠવીને ફરીયાદી સુપ્રિટેન્ડટ ઓફ કસ્ટમ વર્ગ-૦2 શૈલેષભાઇ મનસુખભાઇ ગંગદેવ અને આલોકકુમાર શ્રીલક્ષ્મીકાંત દુબે સહિત સ્થાનિક રમેશભાઇ ગોપાલભાઇ ગઢવીએ રૂબરૂમાં હેતુલક્ષી વાતચીત કરી તથા બંને અધિકારીઓ સાથે ફોનથી લાંચ બાબતે વાતચીત કરી લાંચના રૂપિયા લેવા માટે સંમતિ આપી હતી. જ્યારે શૈલેષભાઇ મનસુખભાઇ ગંગદેવે લાંચની રકમ સ્વીકારીને એકબીજાની મદદગારી કરતાં ત્રણેય જણાં એસીબીના છટકામાં રંગેહાથે ઝડપાઈ ગયાં હતાં.