બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 24 જાન્યુઆરી 2019 (00:39 IST)

Facts about Priyanka Ganadhi - પ્રિયંકા ગાંધી વિશે એ વાતો.. જે કદાચ તમે નહી જાણતા હોય..

પ્રિયંકા ગાંધી દેશના સૌથી મોટા રાજનીતિક પરિવારની એક એવી સદસ્ય છે, જેના રાજનીતિક કેરિયરને લઈને બસ અટકળો જ લગાવાતી હતી. પણ હવે પ્રિયંકાનુ રાજનીતિક પદાર્પણ છેવટે થઈ ગયુ છે.   પ્રિયંકા ગાંધીને પૂર્વી ઉત્તર પ્રદેશના મહાસચિવ અને પ્રભારી બનાવાયા છે. આવુ પહેલીવાર છે જ્યારે પ્રિયંકાને કોંગ્રેસમાં કોઈ સત્તાવાર પદ આપવામાં આવ્યુ છે. આ પગલાને લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસનો માસ્ટરસ્ટ્રોક કહેવામાં આવી રહ્યો છે.  પણ પ્રિયંકાનુ વ્યક્તિત્વને આટલુ કરિશ્માઈ કેમ છે અને કેમ રાજનીતિમાં તેમના આવવાને આટલુ મહત્વ મળી રહ્યુ છે ? સાથે જ પ્રિયંકાનુ પર્સનલ જીવન અત્યાર સુધી કેવુ રહ્યુ આવો જાણીએ... 
- પ્રિયંકા ગાંધીનો જન્મ 12 જાન્યુઆરી 1972માં થયો. તે રાહુલ ગાંધીથી 2 વર્ષ નાની છે. 
-  પ્રિયંકા ગાંધીએ મોર્ડન સ્કૂલ, કૉન્વેંટ ઓફ જીસસ એંડ મૈરી કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. તે દિલ્હી યૂનિવર્સિટીમાંથી સાયકોલોજીમાં ગ્રેજ્યુએટ છે. 
- દાદી ઈન્દિરા ગાંધીની હત્યા પછી પ્રિયંકા ગાંધીને પોતાનો અભ્યાસ છોડવો પડ્યો. તે હંમેશા મોટા સુરક્ષા ગાર્ડ હેઠળ રહી. 
- કૉલેજનો મોટાભાગનો સમય તેણે દિલ્હી યૂનિવર્સિટીના જીસસ એંડ મેરી કોલેજમાં વિતાવ્યો. પછી તેણે 2010માં બુદ્ધિસ્ટ સ્ટડીઝમાં એમએની ડિગ્રી મેળવી. 
- પ્રિયંકા ગાંધીએ એકવાર મીડિયાને કહ્યુ હતુ કે તેમનો ચેહરો દેખાવ દાદી ઈન્દિરા ગાંધી સાથે મળતો આવી રહ્યો છે. પ્રિયંકા ગાંધીના વાળની સ્ટાઈલને લઈને ચાલ ઢાલ સુધી બધામાં જ ઈન્દિરા ગાંધીની છાપ દેખાય છે. 
- પ્રિયંકા ગાંધીને અનેકવાર તેની દાદીની જેમ સુતરાઉ સાડીમાં જોવામાં આવી છે. રાયબરેલી અને અમેઠીના પ્રવાસ દરમિયાન તે મોટેભાગે આ જ વેશભૂષામાં જોવા મળે છે. 
- પ્રિયંકા ગાંધીએ એકવાર કહ્યુ હતુ કે તેણે પોતાના જીવનનુ પ્રથમ ભાષણ 16 વર્ષની વયમાં આપ્યુ હતુ. 
- પ્રિયંકા ગાંધીનો બુદ્ધિજ્મમાં વિશ્વાસ છે. તે અનુશાસનપ્રિય છે. પોતાના વ્યક્તિગત જીવનને લઈને તે એક પડદો રાખે છે. 
- પ્રિયંકા ગાંધાને એક સારી ઓર્ગેનાઈઝર માનવામાં આવે છે. રાયબરેલી અને અમેઠીમાં જ નહી કોંગ્રેસના બીજા કાર્યક્રમોના આયોજનમાં તે રસ  લે છે. પરિવારને પણ તે વ્યવસ્થિત રાખવુ પસંદ કરે છે. 
- પ્રિયંકા ગાંધીએ પોતાની મરજીથી લગ્ન કર્યા છે. તેમના પતિ રોબર્ટ વાડ્રા દિલ્હીના બિઝનેસમેન છે.  તેમના લગ્ન ગાંધી પરિવારના રહેઠાણ 10 જનપથમાં 18 ફેબ્રુઆરી 1997ના રોજ થયા. તેમનો વિવાહ હિન્દુ રીતિ રિવાજથી સંપન્ન થયો. 
- પ્રિયંકા ગાંધીને કુકિંગ, ફોટોગ્રાફી અને પુસ્તકો વાચવાનો શોખ છે. 
- પ્રિયંકા ગાંધીના બાળકો પોતાની માતાને વ્હાલી પણ એક સખત ટીચર જેવી બતાવે છે.  તે બાળકો માટે જાતે જ રસોઈ બનાવે છે. 
-  ખૂબ ના-ના કરતા કરતાઅ કોંગ્રેસમાં પ્રિયંકા ગાંધીની એંટ્રી થઈ છે. એ પણ 2019ના લોકસભા ચૂંટણીના ઠીક પહેલા. જોવાનુ એ રહેશે કે કોંગ્રેસનો આ શૉટ તેને માટે કેટલો લાભકારી સાબિત થશે.