બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: ગુરુવાર, 2 મે 2024 (10:10 IST)

લોકસભા 2024 - PM મોદી ગુજરાતમાં આજે આ સ્થળોએ કરશે પ્રચાર

આજે પીએમ મોદી મધ્ય ગુજરાતના આણંદ, તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં જનસભા સંબોધશે.  આજે સવારે 10 વાગ્યે આણંદમાં જનસભાને સંબોધિત કરશે બપોરે 12 વાગ્યે સુરેન્દ્રનગરમાં ચૂંટણી જનસભા સંબોધિત કરશે તો બપોરે 2.15 વાગ્યે જૂનાગઢ અને સાંજે 4.15 વાગ્યે જામનગરમાં વિશાળ જનમેદનીને સંબોધિત કરશે. મોદી આ જનસભાઓ ગજવી વિપક્ષની તમામ રણનીતિને ખોટી પાડવાનો પ્રયાસ કરશે 
 
 સુરેન્દ્રનગર, રાજકોટ અને ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવારો માટે સુરેન્દ્રનગરના ત્રિમંદિર મેદાનની સામે વિજય વિશ્વાસ સભાનું આયોજન છે.વિજય વિશ્વાસ સભા અંતર્ગત જૂનાગઢ અને જામનગરમાં પણ PM મોદી સભા ગજવશે, બપોરે સવા બે વાગ્યે જુનાગઢમાં, તો સાંજે સવા ચાર વાગ્યે જામનગરમાં પ્રધાનમંત્રી મોટી જનમેદનીને  સંબોધિત કરતા ચૂંટણી પ્રચાર કરશે.
 
બુધવારે તેમણે ગુજરાતની ચૂંટણી માટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસાથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા