બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: શુક્રવાર, 29 માર્ચ 2024 (12:53 IST)

ક્ષત્રિય સમાજ પુરૂષોતમ રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવાની માગ કેમ કરી રહ્યો છે?

rupala
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી લોકસભા 2024ની ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કર્યા પછી એક અથવા બીજી રીતે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે.
 
વડોદરા અને સાબરકાંઠામાં સ્થાનિક કાર્યકરો જ ભાજપના ઉમેદવારનો વિરોધ કરી રહ્યા હતા. જ્યારે રાજકોટથી લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે 
 
કરેલી ટિપ્પણીને કારણે ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરી રહ્યા છે.
 
એક વાયરલ વીડિયોમાં રૂપાલાએ નિવેદન આપ્યું, "અંગ્રેજોએ દમન કરવામાં કશું બાકી નહોતું રાખ્યું. મહારાજાઓ નમ્યા. એમણે રોટી-બેટીના વ્યવહાર કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો કે ન તો 
 
વ્યવહાર કર્યા. તેમનું સૌથી વધુ દમન કરવામાં આવ્યું પણ એ ન હટ્યા. આ હજાર વર્ષે રામ એના ભરોસે આવ્યો છે. એમનેમ નથી આવ્યો તે દિ તેમની તલવારો આગળ પણ નહોતા ઝુક્યા. નાના માણસો હતા. ન 
 
તો એ ભયથી તૂટ્યા ન ભૂખથી તૂટ્યા અને અડીખમ રહ્યા એ સનાતન ધર્મ. મને તો તમારા માટે ગૌરવ છે." જોકે, ક્ષત્રિય સમાજના વિરોધ પછી મામલો ગરમાતા રૂપાલાએ પોતાના નિવેદન અંગે માફી માંગી હતી 
 
તેમ છતાં ક્ષત્રિય સમાજનો રોષ ઓછો નથી થયો.
 
સમાચાર પત્ર ઇન્ડિયન એકસપ્રેસના એક અહેવાલ પ્રમાણે ક્ષત્રિય સમાજે ભાજપ સમક્ષ માંગણી કરી છે કે રાજકોટ લોકસભા સીટ પરથી પુરશોત્તમ રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવામાં આવે.
 
રાજકોટમાં પત્રકારો સાથેની વાતચીતમાં રાજપૂત યુવા સંધના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પીટી જાડેજાએ કહ્યું, "કોઈપણ પ્રકારના સમાધાનની વાતચીત પહેલા ભાજપે રાજકોટ લોકસભાની સીટ પર રૂપાલાની 
 
ઉમેદવારી પાછી ખેંચવી પડશે. અમે આ વાત પર કોઈ સમાધાન કરવા તૈયાર નથી."
 
"આખો ક્ષત્રિય સમાજ અને તેના 90 જેટલા સંગઠનો કોઈ સમાધન માટે તૈયાર નથી અને રૂપાલાને તેમના નિવેદન માટે માફ નહીં કરે. જો કોઈપણ નેતા સમાધાન કરવા ઈચ્છતા હોય તો તો તેમણે રૂપાલાને 
 
પોતાની ઉમેદવારી પાછી ખેંચવા માટે સમજાવવા જોઈએ અને અન્ય કોઈ વ્યક્તિને અહીંથી ટિકિટ મળવી જોઈએ."
 
સ્થાનિક મીડિયાના અહેવાલો પ્રમાણે ક્ષત્રિય સમાજ સાથે સમાધાન કરવા માટે ગુજરાત ભાજપે પોતાના ક્ષત્રિય નેતાઓને મેદાનો ઉતાર્યા છે. આ ઉપરાંત ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ પણ રાજકોટમાં 
 
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.