રૂપાલા પર ક્ષત્રિય સમાજનો રોષ યથાવત્, દહેગામમાં આવેદનપત્ર આપ્યું  
                                       
                  
				  				  
				   
                  				  કેન્દ્રિય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજ પર કરેલી ટિપ્પણીને લઇને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ રોષને લઇને પરષોત્તમ રૂપાલાએ માફી પણ માંગી છે છતાં આ રોષ સમવાનું નામ નથી લઇ રહ્યો.
				  										
							
																							
									  સોમવારે સુરેન્દ્રનગરમાં પરષોત્તમ રૂપાલાની ટિપ્પણી મુદ્દે ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું હતું. જેમાં ક્ષત્રિય સમાજે આક્રોશ સાથે જણાવ્યું કે, 'પરષોત્તમ રૂપાલાને પરિણામ ભોગવું પડશે. માફી માંગવાથી છોડી નહીં દેવાય, હવે 5 લાખની લીડ પૂરી નહીં થાય'સુરેન્દ્રનગર જિલ્લા રાજપૂત કરણી સેનાના પ્રભારી કૃષ્ણપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, પરષોત્તમ રૂપાલાએ રાજકોટની એક સભામાં ભાષણમાં ક્ષત્રિય સમાજ વિષે જે ટિપ્પણી કરી છે એ માટે ક્ષત્રિય સમાજમાં રોષ છે. એ રોષ સમવાનો નથી. એમણે ભલે માફી માંગી હોય, એ તો હોશિયાર માણસ છે. આવા હોશિયાર પીઢ રાજકારણી માંફી માગે એ માનવામાં આવતું નથી. કારણ કે આ જાણી જોઇને પોતાના મતને વધારવા માટે ક્ષત્રિય સમાજને નીચું દેખાડીને બીજા સમાજના મત લેવા માટે થઇને આ કારસ્તાન રચ્યું છે. એટલે માંફી માગવાથી છોડી દેવામાં આવશે નહીં. અમારાથી જેટલો પ્રયત્ન થશે, જ્યાં સુધી લડત થશે ત્યાં સુધી અમે લડત આપવા માટે તૈયાર છીએ. આજના સંમેલનમાં નિર્ણય લેવાયો છે કે, રૂપાલા લોકસભામાં ચૂંટણી લડશે તો અમારો ક્ષત્રિય સમાજ એનો વિરોધ કરશે અને 5 લાખની લીડ પૂરી નહીં કરી શકે. અમે એમને હરાવવા માટેનો પ્રયત્ન કરીશું.